ચુકાદો/ સાત વર્ષની માસૂમ સાથે રેપ વિથ મર્ડર મામલે આરોપીને કોર્ટે આપી ફાંસીની સજા

સુરતમાં સાત વર્ષની બાળકી પર રેપ કર્યા બાદ તેની હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે.

Top Stories Gujarat
4 સાત વર્ષની માસૂમ સાથે રેપ વિથ મર્ડર મામલે આરોપીને કોર્ટે આપી ફાંસીની સજા
  • સુરત: સાત વર્ષની માસૂમ સાથે રેપ વિથ મર્ડર મામલો
  • આરોપી મુકેશ પંચાલને કોર્ટે ફટકારી ફાંસીની સજા
  • 7મી ડિસેમ્બરના રોજ બની હતી ઘટના
  • માત્ર બે માસના ટૂંકાગાળામાં પૂર્ણ થઈ કાર્યવાહી
  • 46 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી
  • બાળકી પર દુષ્કર્મ ગુજારી કરી હતી હત્યા
  • કોર્ટે 23 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો

punishment:  સુરતમાં સાત વર્ષની બાળકી પર રેપ કર્યા બાદ તેની હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા આપીને સ્પષ્ટ કર્યું છે કે આવા નરાધમો ને આવી જ સજા આપવામાં આવશે.આ કેસની કાર્યવાહી ફાસ્ટટ્રેકમાં કરવામાં આવી હતી માત્ર બે જ મહિનામાં આ કેસની કાર્યવાહી પૂર્ણ કરીને કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ કેસમાં 46 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે વળતર પેટે 23 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે (punishment) આરોપી મુકેશ પંચાલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે, સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં 7મી ડિસેમ્બરના રોજ યુપીવાસી પરિવારની સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થયું હતું. સવારે અગિયાર વાગ્યે અપહરણ થયેલી બાળકી નજીકમાં આવેલ એક મકાનમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. મુકેશ પંચાલ નામના શખ્સ દ્વારા માસૂમ બાળકીનું અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો. જે બાદ નરાધમ દ્વારા માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેણીની હત્યા કરી લાશ કોથળામાં ભરી પેટી પલંગમાં મૂકી ફરાર થઇ ગયો હતો. ચોક બજાર પોલીસે ગુનો નોંધી નરાધમને શોધી કાઢવા તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી.

આ કેસમાં સાયન્ટિફિક પુરાવા (punishment) પોલીસે મેળવ્યા હતા. બાળકીની ઉંમર 6 વર્ષ અને 8 માસની હતી. આરોપીને ગુના બાદ ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો હતો. કેસમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.

Prayagraj/ પ્રયાગરાજમાં મોટી વારદાત: રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલ પર જીવલેણ હુમલો

Khalistan Movement/ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા બાદ પંજાબ સરકારનો ખુલાસો