Not Set/ જેતપુર તાલુકામાં ઉનાળુ વાવેતરને ભારે નુકસાન

તાઉતે વાવાજોડાને પગલે જેતપુર તાલુકામાં વ્યાપક નુકસાન થયુ છે. તાલુકામાં ઉનાળુ વાવેતરને પણ મોટું નુકસાન થયું છે, અને ખેડૂતોને મોટું નુકસાન જવા પામ્યું છે,

Gujarat Others

તાઉતે વાવાઝોડાને પગલે જેતપુર તાલુકામાં વ્યાપક નુકસાન થયુ છે. તાલુકામાં ઉનાળુ વાવેતરને પણ મોટું નુકસાન થયું છે, અને ખેડૂતોને મોટું નુકસાન જવા પામ્યું છે, જેતપુર તાલુકામાં ઉનાળુ વાવેતરમાં તલ, મગફળી, બાજરો જેવા પાકોનું અંદાજીત 8 હજાર હેકટર જેટલું વાવેતર થયેલુ હતું અને તાઉતે વાવાઝોડા ની અસર ને પગલે વાવેતરને વ્યાપક નુકસાન થયુ છે.

વાવાઝોડાનું સંકટ / LIVE – ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર, આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડું

ખેતરમાં ગત રાત્રીનાં રોજ પડેલા વરસાદનાં પગલે અને આવેલા ભારે ઝંઝાવાતી પવનને લઈને ખેતરમાં કરેલા વાવેતરને વ્યાપક નુકસાન થવા પામેલ છે. નુકસાનનાં પગલે ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ગત વર્ષે પણ જેતપુર વિસ્તારનાં ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયુ હતુ. એક તરફ ખાતરનાં ભાવ પણ ખૂબ વધી ગયેલા છે જેને લઈને ખેડૂતોને પાકનો પડતર ખર્ચ પણ વધુ થઈ રહ્યો છે. ત્યારે આવેલ વાવાઝોડાને લઈને ખેડૂતોનો પાકનું ધોવાણ થયું છે. જેને લઈને ખેડૂતોનો મોટો પાક નિષ્ફળ ગયો છે, અને હાલ ખેડૂતો પાયમાલ નાં આરે આવી ગયા છે.

તાઉતેની તબાહી: સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાની અસરના પગલે ૪૦ જેટલા વીજપોલ અને ૧૦ વૃક્ષ ધરાશાયી

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકનાં 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે. મનોરમા મોહંતીએ ઉમેર્યું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ પણ કરી હતી.