Not Set/ નાગાબાવાનો વેશ રચી ૨૩ લોકોના દાગીના આંચકયા : ટોળકી ઝબ્બે

દાગીના પહેર્યા હોય તેવા રાહદારીને કાર ચાલક આશ્રમનું સરનામુ પુછવાના બહાને બોલાવતો અને કારમાં નિર્વસ્ત્ર બેઠેલા શખ્સને ‘રાજસ્થાની નાગાબાવા’ તરીકે ઓળખાવી તેના દર્શન કરવાનું કહેવાતું: રાહદારી માથુ નમાવવા જાય ત્યાં ગળામાંથી-હાથમાંથી દાગીના ખેંચી લેવાતા. દોઢ મહિનામાં રાજકોટ પંથકમાં ચાર તથા મેટોડા, શિહોર, ભાવનગર, મોરબી, સુરત, જામનગર, અમદાવાદ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં 23 લોકોને છેતરી સોનાના દાગીના પડાવી […]

Top Stories Gujarat

દાગીના પહેર્યા હોય તેવા રાહદારીને કાર ચાલક આશ્રમનું સરનામુ પુછવાના બહાને બોલાવતો અને કારમાં નિર્વસ્ત્ર બેઠેલા શખ્સને ‘રાજસ્થાની નાગાબાવા’ તરીકે ઓળખાવી તેના દર્શન કરવાનું કહેવાતું: રાહદારી માથુ નમાવવા જાય ત્યાં ગળામાંથી-હાથમાંથી દાગીના ખેંચી લેવાતા.

દોઢ મહિનામાં રાજકોટ પંથકમાં ચાર તથા મેટોડા, શિહોર, ભાવનગર, મોરબી, સુરત, જામનગર, અમદાવાદ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં 23 લોકોને છેતરી સોનાના દાગીના પડાવી લીધા’તા.

સમગ્ર ઘટનાને અંજામ આપવા કરણનાથ અને સાહેબનાથ નાગાબાવાનો વેશ ધરતાં હોવાની વિગતો સામે આવે છે ત્યારે દાગીના, બાવાનો વેશ ધારણ કરવાના કપડા, જટા ઉપર બાંધવાનું કપડુ, રૂદ્રાક્ષની માળા, અબીલ-ગલાલની પડીકી, કેયુવી કાર મળી 6.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગાંધીનગર દહેગામ ગણેશપુરાનાં સાગરનાથ મદારી, કરણનાથ મદારી, રાહુલનાથ મદારી અને સાહેબનાથ મદારીની ધરપકડ કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન