Not Set/ કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે નોધાયાં 298 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 298 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,20,886 છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મૃત્યુ
થયા છે. 

Top Stories Gujarat Others

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.  રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 298 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,20,886 છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મૃત્યુ
થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 935 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,03,122 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 8,242 છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 10012 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 209 લોકો વેન્ટિલેટર પર છે.

અત્યાર સુધીમાં 2,10,39,716 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,18,062 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 46 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 47 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 25 કેસ, જ્યારે ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 19 કેસ અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે.