નોટીસ/ સુરતમાં ફાયર વિભાગે એક હજારથી વધુ એકમોને નોટીસ પાઠવી

ફાયર સેફટીના અભાવે એક હજાર એકમોને નોટિસ પાઠવવામાં આવી છે.

Gujarat

સુરત માં  ફાયર વિભાગ દ્વારા 1004 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. ફાયર સેફટીની અભાવને  લઈને આ તમામ એકમોને નોટિસ આપવામાં આવી છે. હોસ્પિટલ, મોલ, ટેક્સટાઈલ્સ માર્કેટ્સ સહિતના એકમોને નોટિસ પાઠવવામાં આવી છે.ફાયર વિભાગ દ્વારા 1004 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી. ફાયર વિભાગ દ્વારા 25 એપ્રિલ બાદ એક પછી એક શહેરમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સ, હોસ્પિટલસ, સ્કૂલ-કોલેજ તેમજ હોટલ-રેસ્ટોરન્ટને ફાયર સેફટીના અભાવમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના આવા ફાયર સેફટીના અભાવ વાળા એકમોને નોટિસ પણ આપવામાં આવી છે.

 ફાયર વિભાગ દ્વારા ફરી 10 જૂન બાદ 1004 એકમોને ફાયર સેફટીના અભાવે નોટિસ આપવામાં આવી છે. આ એકમોને અંતિમ નોટિસ આપવામાં આવી છે. સુરત શહેર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર બી.એચ.માખીજાનીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં સુરત શહેરમાં ફાયર સેફટીની અપૂરતી સુવિધાને લીધે અને હાલ 10 જૂન બાદ 1004 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે. તેમાં 252 શોપિંગ કોમ્પ્લેક્સ, 210 હોટલ રેસ્ટોરન્ટ, 281 ટેક્સટાઇલ માર્કેટ, 25 સ્કૂલ-કોલેજો, 180 હોસ્પિટલસ, તથા 56 જેટલા રેસિડેન્સી બિલ્ડીંગોને ફાયર સેફટીની અપૂર્તિ સુવિધા માટે નોટિસ આપવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, શહેરમાં લોકોમાં ફાયર સેફટીને લઈને જાગૃતિ જોવા મળી રહી છે.