Ahmedabad News : રાજ્યમાં BLOની કામગીરીને લઈને નેતાઓ મુલાકાત લઈ રહ્યા છે. જેમાં ભાજપના નેતાઓ વિવિધ વોર્ડની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શહેરના કેટલાક વોર્ડની મુલાકાતે આવ્યા હતા. જેમાં કર્ણાવતી મહાનગરપાલિકામાં SIR અંતર્ગત મુલાકાત લીધી હતી.
તેમણે ઓઢવ બોર્ડ, ઇન્દ્રપુરી બોર્ડ, ખાડિયા વોર્ડની મુલાકાત લીધી હતી. ઉપરાંત વિરાટનગર વોર્ડ, ગોમતીપુર રોડ, દાણીલીમડા વોર્ડની મુલાકાત પણ લીધી હતી.
જેમાં ભાજપ શહેર પ્રમુખ સહિત ભાજપના કાર્યકતાઓ હાજર રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. હાલ ચૂંટણીપંચનાં ફોર્મ વિસ્તરણની કામગીરી ચાલી રહી છે.પ્રદેશ પ્રમુખે તમામ વોર્ડના શકિત કેન્દ્રની મુલાકાત લીધી હતી.
