Gujarat News/ SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત

રાજકોટ અને અમદાવાદમાં શૈક્ષિણીક સંઘો અને શિક્ષકો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી

Gujarat

Gujarat News : ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરી રાજ્યભારના શિક્ષકોને સોંપવામાં આવી છે. કેટલાંક શિક્ષકો આ કામગીરીમાં હાજર ન થતાં સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે (15 નવેમ્બર) રાજકોટ અને અમદાવાદમાં શૈક્ષિણીક સંઘો અને શિક્ષકો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનમાં જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણાની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગે શિક્ષકોને સોંપવાને બદલે BLO (બૂથ લેવલ ઓફિસર)ની અલગ કેડર ઉભી કરવામાં આવે તેવી માગ છે. સાથે જ શિક્ષકો હાજર થવામાં મોડું કરે અથવા બીમાર હોય કે દૂર રહેતા હોય તો તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ નીંદનીય છે, જેથી શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે.અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના પ્રતિનિધિઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી.

અહીં પ્રાંત મહિલા મંત્રી અક્ષિતા જાનીએ જણાવ્યું કે, જો સોંપાયેલ કામગીરી સમયસર પૂર્ણ ન થાય, તો વોરંટ કાઢી ધરપકડ જેવી કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. કેટલાક શિક્ષકોએ નોકરી પરથી દૂર કરવાની ચેતવણી મળતી હોવાનો આક્ષેપ પણ કર્યો. વધુમાં ઉમેર્યું કે, હાલ એક BLOને સરેરાશ 1400 જેટલા મતદારોની વિગતો એકત્ર કરવાની અને ત્યારબાદ તેની ઑનલાઈન એન્ટ્રી કરવાની જવાબદારી પણ હોય છે, જે અત્યંત સમયખાઉ બની શિક્ષણ વ્યવસ્થાને અસર કરે છે.અન્ય શિક્ષિકા હિરલ જાનીએ જણાવ્યું કે, BLO તરીકે ફરજ દરમિયાન શિક્ષકોના વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર થઈ જતા હોય છે, જેના કારણે અરસમયે ફોન આવવા ઉપરાંત, ઘણા લોકો વ્યક્તિગત માહિતી પણ પૂછતા હોય છે.

ઘણી વખત તો રાતના 11 વાગ્યા સુધી ફોન આવતા હોવાનું તેમણે કહ્યું. હિરલ જાનીએ માંગણી કરી કે, BLO માટે વ્યક્તિગત નંબરની જગ્યાએ કોમન હેલ્પલાઇન નંબર આપવામાં આવે, જેથી શિક્ષકોની ગોપનીયતા જળવાઈ રહે અને જરૂરી માહિતી મેળવવામાં સરળતા રહે. શિક્ષકોએ રજૂઆત કરી કે તેમની પરનો કામનો બોજ ઘટાડવા માટે પગલાં લેવામાં આવે.રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેન વ્યાસે જણાવ્યું કે, બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી વધુ પડતા શિક્ષકોને સોંપવામાં આવે છે. શિક્ષણનું મુખ્ય કામ સાઈડમાં રાખીને દર વર્ષે ચૂંટણીની કામગીરી કરાવવામાં આવે છે, ત્યારે આ વખતે SIR એટલે કે, ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં પણ શિક્ષકોને જોડવામાં આવ્યા છે.

જેમાં બીએલઓ તેમજ સહાયક બીએલઓ તરીકે ફરજ સોંપવામાં આવી છે, જેને લીધે શાળા કક્ષાએ શિક્ષણ સદંતર થતું નથી અને બાળકોના શિક્ષણને ખૂબ જ અસર થાય છે. જેથી અમારી ચૂંટણી પંચને રાષ્ટ્રહિતમાં એક વિનંતી છે કે, દર વર્ષે જો આ કામગીરી થતી હોય તો BLOની અલગથી કેડર નીમવામાં આવે અને આ કામગીરી તેઓની પાસે લેવામાં આવે.વધુમાં ઉમેર્યું કે, અગાઉ જ્યારે બીએલઓની કામગીરી શરૂ થાય ત્યારે વર્ષમાં માત્ર 8થી 10 રવિવાર જ કામગીરી રહેતી હતી. આ કામગીરી ઓનલાઈન કરી ચૂંટણી અધિકારી અને મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા તમામ કામગીરી શિક્ષકો ઉપર નાખી દેવામાં આવી છે.

વર્તમાન સમયે મતદાર ગણતરી યાદીના ફોર્મનું વિતરણ, કલેક્શન અને ફોર્મ ભરવાની તમામ જવાબદારી શિક્ષકો ઉપર નાખી દેવામાં આવી છે. આ કામગીરી માત્ર શિક્ષકો ઉપર જ નાખી દેવાને બદલે બૂથ લેવલ ઓફિસરની અલગ કેડર ઊભી કરવામાં આવે તે જરૂરી છે.વધુમાં જણાવ્યું કે, શિક્ષકો કોઈ વખત બીમાર હોય કે અન્ય કોઈ કારણ હોય તો તેઓ પર દબાણ કરવામાં આવે છે.

જે શિક્ષકો દિવાળી વેકેશનમાં પોતાના વતનમાં ગયા હતા, તેઓને તાત્કાલિક હાજર થવા માટેની સૂચના આપવામાં આવી. 200થી 300 કિલોમીટર દૂર રહેલા શિક્ષકોને આવતા સમય લાગે. જે શિક્ષકોને હાજર થવામાં મોડું થયું તેઓને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા તે ખૂબ જ નિંદનીય બાબત છે. અમારે કહેવાનું કે કલેક્ટર, મામલતદાર અને પ્રાંત અધિકારી એક સમયે પોતે વિદ્યાર્થીઓ હતા અને તેમના પણ શિક્ષકો હતાં, જો શિક્ષકો સામે આ પ્રકારના ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સામે તેઓનું શું મહત્વ રહે તે સમજી શકાય તેવી બાબત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાના કડીમાં 7 વર્ષની બાળકીનું કબાટમાં પૂરાતાં ગૂંગળામણથી મોત

આ પણ વાંચો:મહેસાણા કડીમાં એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યા

આ પણ વાંચો:મહેસાણાના કડીમાં રોડ-રસ્તાની હાલતને લઇ ભાજપ MLA લાલઘૂમ