ગુજરાત,
લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતની 10 અને દેશની 100થી વધુ સીટો ઉપર હિદુસ્તાન નિર્માણ દળ દ્વારા ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. તેમ પક્ષના તોગડિયાએ જણાવ્યુ હતુ.
વધુ જણાવ્યુ હતુ કે દેશમાં જે જગ્યાએ ચૂંટણી જીતી શકાય ત્યાં જ અમે ઉમેદવાર ઉભા રાખવાના છીએ. અમારો પક્ષ અબકી બાર હિન્દુ સરકારના નારા સાથે ઉમેદવારો મેદાનમાં ઉતરશે.
ત્યારે બીજી તરફ તોગડિયા કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે મળી વ્યૂહરચના નક્કી કરી રહ્યા છે. જેના ભાગ રૂપે કોંગ્રેસ નેતા અહેમદ પટેલ સાથે મુલાકાત લીધી હતી.
ત્યારબાદ તાજેતરમાં એમ.પીના મુખ્યમંત્રી કમલનાથ સાથે મુલાકાત કરી હતી. જે રીતે ભાજપ ત્રીજો ઉમેદવાર ઉભો રાખીને હરીફ ઉમેદવારના મત કાપે છે. તેવી જ રણનીતિ તોગડિયા પણ અપનાવી રહ્યા છે. તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
