Not Set/ રાજ્યમાં જળસંકટ વચ્ચે તંત્રની બેદરકારી, 4 દિવસમાં બીજુ ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ

કચ્છ હાલ ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ છે, તો એક બાજુ પાણી બચતની વાતો થઈ રહી છે. તો બીજી બાજુ પીવા લાયક પાણી લીકેજના કારણે વહી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ કચ્છમાં નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાએક ભારે દબાણના કારણે જોશભરે પાણીનો ધોધ વછુટતાં પાણીનો મોટો ગુંબજ બની ગયો હતો. ત્યાં બીજી તરફ કચ્છની નર્મદા […]

Gujarat

કચ્છ

હાલ ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ છે, તો એક બાજુ પાણી બચતની વાતો થઈ રહી છે. તો બીજી બાજુ પીવા લાયક પાણી લીકેજના કારણે વહી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ કચ્છમાં નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાએક ભારે દબાણના કારણે જોશભરે પાણીનો ધોધ વછુટતાં પાણીનો મોટો ગુંબજ બની ગયો હતો.

ત્યાં બીજી તરફ કચ્છની નર્મદા કેનાલ બ્રાન્ચની પેટા કેનાલમાં ગાબડું પડ્યું છે. અંજાર તાલુકાના ટપ્પર ડેમ નજીક  કેનાલનું ફ્લોરિંગ તુટ્યું છે. ત્યારે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ફ્લોરિંગ કામ નબળું હોવાના કારણે ભંગાણ થયું છે. જેના કારણે લાખો લીટર પાણી વેડફાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાએક ભારે દબાણ થયુ હતું. જેના કારણે જોશભરે પાણીનો ધોધ વછુટતાં પાણીનો મોટો ગુંબજ બની ગયો હતો. આ ઘટનાના કારણે 50 લાખ લિટર પાણીનો વ્યય થતાં આસપાસના વિસ્તારમાં તળાવનું નિર્માણ થઇ ગયું હતું. આ પાઈપલાઈનમાંથી  રાપર અને ભચાઉને બાદ કરતા કચ્છના આઠ તાલુકામાં પાણી વિતરિત થાય છે.