CMO/ મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સામાન્ય માનવીની ફરિયાદો, રજૂઆતોનું સંવેદનાપૂર્ણ અભિગમથી સત્વરે નિરાકરણ લાવવા રાજ્યના જિલ્લા વહીવટી તંત્રવાહકોને સ્પષ્ટ સૂચનાઓ અને નિર્દેશ આપ્યા છે

Top Stories Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સામાન્ય માનવીની ફરિયાદો, રજૂઆતોનું સંવેદનાપૂર્ણ અભિગમથી સત્વરે નિરાકરણ લાવવા રાજ્યના જિલ્લા વહીવટી તંત્રવાહકોને સ્પષ્ટ સૂચનાઓ અને નિર્દેશ આપ્યા છે, પોતાનીફરિયાદ લઇને ગાંધીનગર સુધી આવવું જ ન પડે અને જિલ્લા કક્ષાએ જ સમસ્યાનું યોગ્ય નિવારણ થઇ જાય તેવી અપેક્ષા તેમણે સ્વાગત ઓનલાઇનના રાજ્યકક્ષાના સ્વાગત દરમ્યાન વ્યક્ત કરી હતી.

નાગરિકો, પ્રજાવર્ગોની રજૂઆતો, ફરિયાદોનો ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલ લાવવા માટે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇનના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોને પ્રત્યક્ષ સાંભળ્યા હતા.ગુજરાતને ફાળવાયેલા ૨૦૨૨ની બેચના ૯ પ્રોબ્રેશનરી આઇ.એ.એસ યુવા અધિકારીઓ આજે મુખ્યમંત્રીના રાજ્ય સ્વાગત ઓન લાઇન  કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા હતા અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રજાજનો ,નાગરિકોની રજૂઆતો જે પોઝિટિવ એપ્રોચથી ઉકેલતા હતા  તે જોઈને અને સમજીને  તેમની ફિલ્ડ તાલીમની પ્રથમ શરુઆત કરી હતી.દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતના આ ઉપક્રમમાં આ ગુરૂવાર તા.રર મી જૂને ૧ર જેટલી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિવિધ જિલ્લાના રજૂઆત કર્તાઓએ કરી હતી.લઘુ અને નાના ઉદ્યોગકારો, પિયત સહકારી મંડળીઓ, ગેરકાયદે દબાણ વગેરેની સમસ્યાનું ત્વરાએ સમાધાન થાય તે માટેના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા હતા.