છેતરપિંડી/ રાજકોટમાં પોલીસ સામે વધુ એક આક્ષેપ, કોન્સ્ટેબલ અજીતસિંહ પરમારે 12.50 લાખની કરી છેતરપિંડી

રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યુવાન સાથે મિત્રતા કેળવી હાથ ઉછીના 12.50 લાખ રૂપિયા લઇ પરત ન આપવાની ઘટના સામે આવી છે.

Gujarat Rajkot
કોન્સ્ટેબલ
  • રાજકોટમાં પોલીસ સામે વધુ એક આક્ષેપ
  • કોન્સ્ટેબલે 12.50 લાખની કરી છેતરપિંડી
  • કોન્સ્ટેબલ અજીતસિંહ પરમારે આપી ધમકી
  • ખોટા કેસમાં ફીટ કરવાની આપી ધમકી
  • મિત્રતા કેળવી પડાવ્યા 12.50 લાખ

રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલનાં લેટરબોમ્બ બાદ રાજકોટ પોલીસથી પીડિત ફરિયાદીઓ એક બાદ એક મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવી રહ્યા છે. જોકે આજે એક નવી મોડેસ ઓપરેન્ડી પણ સામે આવી છે. જેમાં રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યુવાન સાથે મિત્રતા કેળવી હાથ ઉછીના 12.50 લાખ રૂપિયા લઇ પરત ન આપવાની ઘટના સામે આવી છે. પોલીસથી પીડિત ટ્રાન્સપોર્ટરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અજીતસિંહને મિત્રના ભાવે 12.50 લાખ રૂપિયા મદદ માટે ઉછીના આપ્યા હતા. પરંતુ પરત માગતા તેણે કોઈ ગુનામાં ફીટ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો :વટવા ગામમાં હિંસક જૂથ અથડામણમાં 15 ઘાયલ, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ

અજીતસિંહે કિડની વેચી તારા રૂપિયા આપીશ તેવા વાયદા કર્યા હતા. જોકે આ બાદ ફરિયાદી ફરિયાદ કરવા પહોંચ્યા પણ તેમની ફરિયાદ કોઈ લેવા તૈયાર થઇ રહ્યું નથી અને અરજીનાં આધારે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. કારણ કે, આ ફરિયાદમાં આરોપ પોલીસકર્મી પર જ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ફરિયાદીની ઓફિસમાં બેસી અજીતસિંહ આજથી 4 મહિના પહેલા અમદાવાદ જઇ કિડની વેચીને તમને પૈસા આપી દઉં તેવું બોલતા રહ્યા પણ આજ દિવસ સુધી રૂપિયા પરત ન આપતા ફરિયાદી મીડિયા સમક્ષ આવી આપવીતી જણાવી હતી.પોલીસના અવનવા કરતૂતોનો દરરોજ ભાંડાફોડ થઇ રહ્યો છે.

રાજકોટમાં ધીરજ એન્ટરપ્રાઇઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતાં મિલન અજાણીએ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ તેમનો પરિચય ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ અજીતસિંહ જેમુભા પરમાર સાથે થયો હતો, પોલીસમેન અવારનવાર તેની ઓફિસે આવતા હતા. ગત જુલાઇ મહિનામાં અજીતસિંહે ટ્રાન્સપોર્ટરને કહ્યું હતું કે, PSI સોનારાના રૂ.1 કરોડ પોતાની પાસે પડ્યા હતા. જેમાંથી રૂ.55 લાખ વિક્રમભાઇ વાંકને ટ્રકનો ધંધો કરવા આપ્યા હતા, PSI સોનારાને રૂ.1 કરોડ પરત આપવાના છે. તેમાં રૂ.20 લાખ ઘટતા હોય તે 10 દિવસ માટે આપવાનું કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અજીતસિંહ પરમારની થોડા સમય પહેલા રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. તેઓ વારંવાર ટ્રાન્સપોર્ટની ઓફિસ બેસવા પણ જતા હતા અને ગત 1 ઓક્ટોબર 2021નાં રોજ તેઓ ત્યાં ઓફિસમાં બેસી કહ્યું હતું કે, હું અમદાવાદ જઈને મારી કિડની વેચીને પણ પૈસા આપી દઇશ. અત્યારની મારી પરિસ્થિતિ શું છે એ તમને ખબર જ છે. જોકે 6 મહિના કરતા વધુ સમય થયો રૂપિયા પરત ન મળતા ફરિયાદી યુવાન ન્યાયની માગ સાથે મીડિયા સમક્ષ આવ્યો છે.

આ પણ વાંચો :કોંગ્રેસથી લોકો કંટાળી ગયા છે..જયરાજસિંહ તેનું ઉદાહરણ છે અમે તેમને ભાજપમાં આવકારીએ છીએઃહિતુ

આ પણ વાંચો :રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન

આ પણ વાંચો : સદરની જેનીસ પેલેસ હોટેલમાંથી રૂ.40 લાખની વીજ ચોરી પકડાઈ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર ખોડુના પરિવારે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે દિકરાની જાન ગાડામાં જોડી