CM Bhupendra Patel/ આફતની આહટ વચ્ચે CMનો સંદેશ, વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતની જનતાને સંભાળવું

દરેક વ્યક્તિ ઘરમાં રહે તેવી CM દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારની તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Top Stories Gujarat
CM Bhupendra Patel

સમગ્ર દેશમાં બિપરજોય ચક્રવાતની ચર્ચા છે. ગુજરાતમાં બિપરજોય ચક્રવાતની અસર દેખાવા લાગી છે. તેને રોકવા માટે સરકાર કડક વ્યવસ્થા કરી રહી છે.  ગુજરાતમાં પણ આ ચક્રવાતનો સામનો કરવા માટે સરકારે કડક વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, બિપરજોયને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધવાની ધારણા છે કારણ કે બિપરજોય દરિયાકાંઠાના પ્રદેશ તરફ આગળ વધે છે. IMDનું એમ પણ કહેવું છે કે તે ગુજરાતમાં ભારે વિનાશ સર્જી શકે છે.

વાવાઝોડાના ખતરા વચ્ચે સ્થિતિ અત્યારે વધુ ગંભીર બની રહી છે આ વચ્ચે CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને સંદેશ આપ્યો છે. તાજેતરમાં જ સંભવિત વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અપીલ કરી છે કે રાજ્યના દરિયાકાંઠાના તમામ વિસ્તારોના નાગરીકોને સ્વસ્થ રહે અને સતર્ક રહે. બિપોરજોયનો સંભવિત ખતરો તોળાઈ રહ્યો છે તેથી જૂના મકાનો નીચે આશ્રય લેવાનું ટાળો. આ સાથે જ અત્યારે ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે તેથી દરેક વ્યક્તિ ઘરમાં રહે તેવી CM દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારની તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય વાવાઝોડાની અસરઃ જાફરાબાદના દરિયામાં 30 ફૂટના ઉછળ્યા મોજા

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ બિપરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-વાવાઝોડું-વરસાદ/ વાવાઝોડા પૂર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ આઠ-આઠ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોયનો સામનો કરવા અમિત શાહે યોજી બેઠક