Cyclone Biparjoy/ વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. રાજુલા, જાફરાબાદમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.

Top Stories Gujarat Others
Untitled 61 વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

બિપરજોય  વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. રાજુલા, જાફરાબાદમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.

જાફરાબાદમાં મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ પહોંચી ગઈ છે. અને કમાન્ડોએ દરિયા કિનારે હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. જાફરાબાદના દરિયામાં 30 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા રહ્યા છે.

સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા જે પાર્ટિશન વોલ હતી તેને ઓળંગી પાણી બહાર આવી રહ્યું છે. જેના કારણે આસપાસ રહેલા ઘરોને પણ ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. જ્યારે જાફરાબાદ, રાજુલા અને સાવરકુંડલામાં 3 બોટ પલટી ગઈ હતી. અત્યારે અહીં વાદળછાયુ વાતાવરણ છે અને વરસાદ પણ પડી રહ્યો છે.

ત્રણ દિવસમાં વાવાઝોડાએ 200 કિ.મી.નું અંતર કાપી આગળ વધ્યું છે. વાવાઝોડાની આગળ વધવાની જે ગતિ છે તે હાલની સ્થિતિએ પ્રતિકલાકે 5 કિ.મીની હોવાનું હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન વાવાઝોડું ગુજરાત સુધી પહોચે તેવી કોઈ શક્યતાઓ જણાતી નથી. પરંતુ વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયા કાંઠે મોઝા ઉછળવા તેમજ પ્રતિકલાકે 40થી 45 કિ.મી.ની ઝડપે અને કેટલાક વિસ્તારમાં 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ સિવાય મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાની અસર ઓછી જણાતા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી નથી. એટલુ જ નહી વરસાદ-વાવાઝોડાને લઈ કોઈ વિસ્તારમાં એલર્ટ પણ અપાયુ નથી. માત્ર માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ક્યા જિલ્લામાં NDRF કેટલી ટીમો તૈનાત

  • જૂનાગઢ-1
  • કચ્છ-4
  • જામનગર-2
  • પોરબંદર-1
  • દ્વારકા-3
  • ગીર સોમનાથ-1
  • મોરબી-1
  • રાજકોટ-3
  • વડોદરા રિઝર્વ – 2
  • ગાંધીનગર – 1 રિઝર્વ
  • વલસાડ – 1
  • કુલ 17

 

આ પણ વાંચોઃ બિપરજોય/ પ્રચંડ ગતિથી આગળ વધતુ બિપરજોયઃ દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ સાયક્લોન બિપરજોય ગુજરાત માટે આટલો મોટો ખતરો કેમ, ગામડાઓ ખાલી કરવા સિવાય સરકારની શું છે તૈયારી?

આ પણ વાંચોઃ North Korea Suicide/ ઉત્તર કોરિયામાં વધી રહેલા આત્મહત્યા કેસ મામલે તાનાશાહ કિંમ જોગે જાહેર કર્યું આ ફરમાન,જાણો

આ પણ વાંચોઃ Maharashtra/ મુંબઈની જુહુ ચોપાટીમાં 5 છોકરાઓ ડૂબ્યા,એકને બચાવી લેવાયો,ચાર હજુપણ લાપતા

આ પણ વાંચોઃ Chandrayaan 3/ ISROના અધ્યક્ષે ચંદ્રયાન-3ના લોન્ચને લઇને કરી આ મોટી જાહેરાત