લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને એક કરવામાં વ્યસ્ત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે. તેમની સરકારમાં મંત્રી અને જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમન માંઝીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. સંતોષ સુમન લઘુમતી કલ્યાણ વિભાગ સંભાળતા હતા. તેમના રાજીનામાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પટનામાં થોડા દિવસો પછી યોજાનારી વિપક્ષની બેઠક પહેલા નીતીશ કુમાર માટે આ મોટો ફટકો છે.
નીતિશ કુમાર ઈચ્છતા હતા કે અમારી પાર્ટી જેડીયુમાં ભળી જાય
એક ઈન્ટરવ્યુંમાં સંતોષ માંઝીએ કહ્યું કે નીતીશ કુમાર અમારી પાર્ટી હિન્દુસ્તાન અવમ મોરચા પર તેમની પાર્ટીમાં વિલીનીકરણ માટે દબાણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે હજુ એ નક્કી નથી થયું કે આગામી ચૂંટણી અમે એકલા લડીશું કે અન્ય કોઈ સાથે ગઠબંધન કરીશું. તેમણે કહ્યું કે અલગ મોરચો બનાવીને પણ અમે ચૂંટણીમાં જનતાની વચ્ચે જઈ શકીએ છીએ.
પાર્ટીનું વિલીનીકરણ અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ હોત – સંતોષ સુમન
તેમણે કહ્યું કે નીતીશ કુમાર ઈચ્છતા હતા કે અમારી પાર્ટી તેમની પાર્ટીમાં ભળી જાય, પરંતુ આ પગલું અમારા કાર્યકર્તાઓના સન્માન અને સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે અમે ખૂબ જ મહેનતથી અમારી પાર્ટી બનાવી છે અને લોકોનો અવાજ બની રહ્યા છીએ. જો અમે અમારી પાર્ટીને JDU સાથે મર્જ કરી દીધી હોત તો આ અવાજ મરી ગયો હોત, તેથી મેં કેબિનેટમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચોઃ Bipperjoy/ વાવાઝોડું આફત પણ અને રાહત પણ
આ પણ વાંચોઃ Gujarat Weather/ ગુજરાતના 62 તાલુકામાં વરસાદ, વેરાવળ પંથકમા 10 ઈચ : જાણો ક્યાં કેટલો વરસ્યો
આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડા વિશે તમે જાણવા માગો છો એ તમામ વિગતો…
આ પણ વાંચોઃ બિપરજોય/ સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રતિ કલાક 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ પોરબંદરમાં વિનાશની શરૂઆત, ભાટિયા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી: યુવકનું મોત