Covid-19/ દેશમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, સોમવારની સરખામણીએ આજે નોંધાયા 7 ટકા ઓછા કેસ

દુનિયાભરમાં કોરોનાનાં કેસમાં વૃદ્ધિ થઇ રહી છે. જો કે ભારતમાં પણ કેસ ઘણા વધી ગયા છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસની વાત કરીએ તો કોરોનાનાં દૈનિક કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.

Top Stories India
Coronavirus in India

દુનિયાભરમાં કોરોનાનાં કેસમાં વૃદ્ધિ થઇ રહી છે. જો કે ભારતમાં પણ કેસ ઘણા વધી ગયા છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસની વાત કરીએ તો કોરોનાનાં દૈનિક કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. આ સમયે ચર્ચા પણ થઇ રહી છે કે, શું કોરોનાની ત્રીજી લહેરની ટોચ પસાર થઈ ગઈ છે? કોરોના વાયરસનાં નવા કેસોમાં સતત ઘટાડો જોતાં એવું લાગે તે સ્વાભાવિક છે.

આ પણ વાંચો – લોકડાઉનની અસર / લોકડાઉનમાં બ્રિટેનનાં લોકો બન્યા દારૂડિયા, ઘરે બેસી ખૂબ પીવે છે દારૂ, આંકડો ચોંકાવી દેશે

દેશભરમાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે છેલ્લા એક દિવસમાં માત્ર 2 લાખ 38 હજાર નવા કેસ મળી આવ્યા છે. એટલું જ નહીં, ઠીક થનારા લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે. છેલ્લા એક દિવસમાં દેશભરમાં 1 લાખ 57 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. હાલમાં દેશભરમાં સક્રિય કેસની સંખ્યા 17 લાખ 36 હજારને પાર છે. દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં જે રીતે કોરોનાનાં નવા કેસોની વૃદ્ધિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તે રાહતની વાત છે. દેશમાં કોરોનાનાં કેસ 3 લાખની નજીક પહોંચ્યા બાદ હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે રાહતની વાત છે. સોમવારે આવેલા લગભગ 2.50 લાખ નવા કેસની સરખામણીમાં આજે 7 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, આજે દેશમાં 2,38,018 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં હાઈલી ટ્રાન્સમિસિબલ વેરિઅન્ટ ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા 8,891 પર પહોંચી ગઈ છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 310 લોકોનાં મોત થયા છે, જેમાંથી 72 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,86,761 થઈ ગયો છે. ભારતમાં સક્રિય કેસનો ભાર હાલમાં 17 લાખને વટાવીને 17,36,628 પર પહોંચી ગયો છે, કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો ચાર ટકાથી વધીને 4.63% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 14.43% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,58,04,41,770 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 79,91,230 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો – UP Assembly elections 2022 / ચૂંટણીની જાહેરાત બાદ આજે પહેલીવાર યુપીમાં BJP કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે PM મોદી

રિકવરી રેટ હાલમાં 94.09% છે. છેલ્લા 24 કલાકમાં 1,57,421 ઠીક થવા સાથે, આ મહામારીમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને 3,53,94,882 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગઈકાલે એટલે કે 16 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસ માટે 16,49,143 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ગઈકાલ સુધીમાં કુલ 70,54,11,425 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.