વિશ્વ હિન્દુ પરિષદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી દેશમાં આશરો લેનારા હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને નાગરિકતા આપવામાં મદદનો હાથ લંબાવશે. આ માટે સંસ્થાના લોકોને સ્પેશિયલ તાલીમ આપવામાં આવશે અને શરણાર્થી શિબિરોમાં મોકલવામાં આવશે.અને તેમને તમામ પ્રકારની મદદની કરશે,ખાસ ફોર્ણ પણ ભરી આપશે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના અમલીકરણ સાથે, VHP પ્રમુખ આલોક કુમારે સંગઠનના લોકોને આ મામલે આગળ આવવાનું આહ્વાન કર્યું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારતા તેમણે કહ્યું કે વિહિપ અને અન્ય સંસ્થાઓએ પણ શરણાર્થીઓને નાગરિકતા મેળવવામાં મદદ કરવા આગળ આવવું જોઈએ.
VHPના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ નાગરિકતા પ્રક્રિયા ઇન્ટરનેટ આધારિત છે. જ્યારે, મોટાભાગના શરણાર્થીઓ ઓછા શિક્ષિત છે. તેથી, VHP અધિકારીઓ તેમને નાગરિકતા સંબંધિત ફોર્મ ભરવામાં મદદ કરશે. આ માટે જરૂર પડ્યે શરણાર્થીઓના સ્થળોએ કેમ્પ ઉભા કરીને ફોર્મ ભરવામાં આવશે. કારણ કે, લેમ્પ અને ઈન્ટરનેટની જરૂર પડશે.VHP અધિકારીના જણાવ્યા અનુસાર, આ પહેલા આવી ટીમોને તાલીમ આપવામાં આવશે. નાગરિકતા ફોર્મ ભરતી વખતે તેમને કાયદા વિશે તેમજ જરૂરી દસ્તાવેજો અને કૉલમ વિશે માહિતી આપવામાં આવશે. જેથી ફોર્મ રદ ન થાય. આ માટે આવી ટેક્નોલોજીમાં કુશળ લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શરણાર્થી લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. દિલ્હી-એનસીઆરમાં જ આવા 10 થી વધુ શરણાર્થી શિબિરો છે, જ્યાં CAA પાત્ર શરણાર્થીઓ રહે છે, અને ઘણા લોકો જેઓ વિવિધ સ્થળોએ સ્થાયી થયા છે. તેમની પણ શોધ કરીને ફોર્મ ભરવામાં આવશે.સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા લાંબી છે. પ્રશિક્ષિત કામદારોએ સાવચેતી રાખવાની જરૂર પડશે. દેશભરમાં 50 થી વધુ શરણાર્થી શિબિરો છે, જેમાં સેંકડો કુશળ ટીમોની જરૂર પડશે. કારણ કે અરજીમાં ઘણા નિયમો છે, જે ભરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.
