Panchmahal/ શહેરા તાલુકામાં ધોળા દિવસે સફેદ પથ્થરોનો કાળો કારોબાર, કોની રહેમ નજરો તળે..?

શહેરાના જંગલોમાં જમીનના પેટાળમાં કુદરતે સફેદ પથ્થરોનું અપાર ભંડાર ભરેલ છે ત્યારે શહેરાના ખનન માફિયાઓ દ્વારા આવા સફેદ પથ્થરોનો ધોળા દિવસે થાય છે કાળો કારોબાર ત્યારે ખાણ ખનીજ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આવા ખનીજ માફીયો ઉપર રહેમ નજર

Top Stories Gujarat Others

@મોહસીન દાલ , પંચમહાલ 

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનીજ તંત્રની રહેમ નજર હેઠળ થઈ રહ્યો છે. ખનન માફિયાઓ દ્વારા આ સફેદ પથ્થરોનું ખનન બેરોકટોક કરવામાં આવી રહ્યું છે ત્યારે શું શહેરા તાલુકાના ખનીજ ચોરો દ્વારા બેફામ લાખ્ખો રૂપિયાની રોજની ખનીજ ચોરી કરતા હોવા છતાં ખાણ ખનીજ અને વહીવટી તંત્ર પણ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે કેમ કે શહેરાતાલુકામાં કિંમતી સફેદ કોર્ટઝ પથ્થરોની બેરોકટોક ચોરી કરવામાં માટેનું ખનન માફીયાઓને મોકળું મેદાન મર્યુ હોય તેમ લાગી રહ્યું છે.

શહેરાના જંગલોમાં જમીનના પેટાળમાં કુદરતે સફેદ પથ્થરોનું અપાર ભંડાર ભરેલ છે ત્યારે શહેરાના ખનન માફિયાઓ દ્વારા આવા સફેદ પથ્થરોનો ધોળા દિવસે થાય છે કાળો કારોબાર ત્યારે ખાણ ખનીજ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આવા ખનીજ માફીયો ઉપર રહેમ નજર રાખવામાં આવતી હોવાથી શહેરાના ખનન માફિયાઓ દ્વારા સફેદ કોર્ટઝ પથ્થરોને ચોરી કરીને સરકારની લાખ્ખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે ખાણ ખનીજ તંત્ર ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે કે શું ખનન માફિયાઓ દ્વારા ખાણ ખનીજ તંત્રના અધિકારી કે કર્મચારીઓને કોઈ મોટી રકમનું ભરણ આપવામાં આવે છે.

તેથી જ શહેરાના જંગલોમાંથી રોજની પચાસ કરતા વધુ ટ્રકો દ્વારા ચોવીસ કલાક સફેદ પથ્થરોની બેફામ ચોરી કરીને ગોધરામાં આવેલ પથ્થર પીસવાના કારખાનાઓને બારોબાર સરાકરી રોયલ્ટી અને GSTની ચોરી કરીને વેચી નાખવામાં આવતા હોય છે. ત્યારે ગોધરા શહેરમાં ચાલતા પથ્થર પીસવાના કારખાનાઓમાં સ્ટોક કરેલ પથ્થરોની તપાસ કરીને સ્ટોક કરેલા પથ્થરોની રોયલ્ટી અને GST થયેલ ચોરીની વસુલાત તંત્ર દ્વારા કરવામાં આવશે કે કેમ?

તેમજ ગેરકાયદે રીતે ખનન કરતા આવા ખનન માફિયાઓ સફેદ પથ્થરોની ચોરી કરતા અટકાવવામાં આવશે કે પછી કુદરતની શહેરાની જમીનમાં ભરેલ અપાર સૌંદર્યને આવા ખનન માફિયાઓને લૂટવા દેવામાં આવશે તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી આવી હતી હવે એ જોવાનું રહ્યું કે ખાણ ખનીજ અને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે થતા સફેદ પથ્થરોનું ખનન અટકાવામા આવશે કે કેમ ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…