- દેશમાં કોરોનાનો અજગર ભરડો
- દેશમાં કોરોનાનાં નવા 53,125 કેસ
- 24 કલાકમાં 41,217 દર્દી રિકવર
- દેશમાં હાલ 5.49 લાખ એક્ટિવ કેસ
- 24 કલાકમાં 355 લોકોનાં મૃત્યુ
- દેશમાં કુલ કેસનો આંક 1.21 કરોડ પર
- દેશમાં કુલ 6.11 કરોડ લોકોએ લીધી રસી
દેશમાં કોરોનાવાયરસ એકવાર ફરી ઝડપથી ફેલાઇ રહ્યો છે. ગત વર્ષે આ સમયેે જ થોડા થોડા કરીને કોરોનાવાયરસનાં કેસ વધી રહ્યા હતા, જે કેસ બાદમાં મોટો આંકડો બનીને સામે આવ્યા હતા. આજે પણ સ્થિતિમાં કોઇ સુધારો નહી પણ વધુ ખરાબ બનતી દેખાઇ રહી છે.
કૂતરાની પૂંછડી… / PM મોદીએ લખેલા પત્રનો ઈમરાન ખાને આપ્યો જવાબ, ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો
આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં નવા કેસ 53,125 છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 41,217 દર્દીઓ રિકવર પણ થયા છે. જો કે અહી નવા કેસની સરખામણીએ રિકવરી કેસ ઓછા સામે આવી રહ્યા છે. દેશમાં હાલમાં 5.49 લાખ એક્ટિવ કેસ છે. આ 24 કલાકમાં 355 લોકો આ કોરોનાવાયરસનાં કારણે મોતને ભેટી ચુક્યા છે. દેશમાં કુલ કેસનો આંક હવે 1.21 કરોડ પર પહોંચી ગયો છે. વળી જો વેક્સિનની વાત કરીએ તો કુલ 6.11 કરોડ લોકોએ વેક્સિન લીધી છે.
New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો
જો ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસ દિવસો જતા વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક નોધાતા કોરોનાનાં કેસનાં આંકડામાં સતત વધારો સામે આવી રહ્યો છે. મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા નોધાયેલા આંકડા અનુસાર છેલ્લાં 2220 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,05,338 પહોંચ્યો છે. ગુજરાતમાં આ દરરમિયાન 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,263 છે. રાજ્યમાં રીકવરી રેટ 94.51 ટકા જેટલો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
