હાર્દિક પંડ્યા/ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા કેપ્ટન

17 માર્ચથી શરૂ થનારી આ શ્રેણીમાં કોઈ મોટો ફેરફાર નથી, પરંતુ પ્રથમ વખત હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે કારણ કે કેપ્ટન રોહિત શર્મા અંગત કારણોસર પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

Top Stories Sports

Hardik Pandya Captain ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાએ સુનિશ્ચિત કર્યુ છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હજુ પણ ભારતમાં જ રહેશે. આ શ્રેણીમાં હજુ બે ટેસ્ટ બાકી છે, ત્યારબાદ ત્રણ વન-ડેની શ્રેણી પણ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ ODI શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. 17 માર્ચથી શરૂ થનારી આ શ્રેણીમાં કોઈ મોટો ફેરફાર નથી, પરંતુ પ્રથમ વખત હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે કારણ કે કેપ્ટન રોહિત શર્મા અંગત કારણોસર પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માના રાજીનામા Hardik Pandya Captain બાદ BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ પહેલીવાર કોઈ પણ ચીફ સિલેક્ટર વગર ટીમની પસંદગી કરી છે. પસંદગી સમિતિએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ માટે પણ ટીમની જાહેરાત કરી હતી. પ્રથમ બે ટેસ્ટ માટે પસંદ કરાયેલી ટીમને જ અહીં યથાવત રાખવામાં આવી છે. જો કે, ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી છેલ્લી વન-ડે શ્રેણી બાદ આ વખતે ODIમાં કેટલાક ફેરફારો થયા છે.

રોહિત શર્માની કેપ્ટન્સી આ વર્લ્ડકપ સુધી નિશ્ચિત માનવામાં Hardik Pandya Captain આવે છે. હાલમાં રોહિત શર્મા વન-ડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં ભારતનો કેપ્ટન છે, જ્યારે હાર્દિક પંડ્યા ટી-20માં ભારતનો કેપ્ટન છે. પણ હાર્દિક પંડ્યાએ ટી-20માં ટીમને જે રીતે દોરી છે તે જોતાં તેને વન-ડેમાં પણ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તેમ માનવામાં આવે છે.  રોહિત શર્મા અને કોહલી બંને 34 વર્ષની વય વટાવી ચૂક્યા છે, આ સંજોગોમાં તે બંને ખેલાડીઓ આગામી બેથી ચાર વર્ષ સુધી જ ભારતીય ક્રિકેટની સેવા કરી શકે તેમ માનવામાં આવે છે. તેથી ટી-20માં તો હાર્દિક પંડ્યા વિકલ્પ તરીકે મળી ગયો છે. હવે વન-ડેમાં પણ તેને રોહિતના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ભારતીય વન-ડે ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), શુબમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, વાય ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ.

આ પણ વાંચોઃ મેચ સ્પેશ્યલ મોમેન્ટ્સ/ બીજી ટેસ્ટમાં અનેક ટેસ્ટ રેકોર્ડ નોંધાવતા અશ્વિન અને કોહલી

આ પણ વાંચોઃ Ravindra Jadeja/ જાડેજાના તરખાટ સામે ઓસ્ટ્રેલિયા ધરાશાયીઃ બીજી ટેસ્ટ 6 વિકેટે જીતતું ભારત

આ પણ વાંચોઃ Emergency Landing/ દુબઈથી આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, આ કારણે ઉતારવી પડી ફ્લાઈટ