મેચ સ્પેશ્યલ મોમેન્ટ્સ/ બીજી ટેસ્ટમાં અનેક ટેસ્ટ રેકોર્ડ નોંધાવતા અશ્વિન અને કોહલી

ભારતે ન માત્ર દિલ્હી ટેસ્ટ જીતી પરંતુ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા.વિરાટ કોહલીથી લઈને રવિચંદ્રન અશ્વિન અને જાડેજાએ પણ આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા.

Top Stories Sports

ભારતે ન માત્ર દિલ્હી ટેસ્ટ જીતી Sidelights પરંતુ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા.વિરાટ કોહલીથી લઈને રવિચંદ્રન અશ્વિન અને જાડેજાએ પણ Sidelights આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. જાણો આ મેચમાં કોણે કયા કયા રેકોર્ડ બનાવ્યા છે.

  • એશિયામાં ઓસ્ટ્રેલિયાનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. ઑક્ટોબર 2008 થી, Sidelights ઑસ્ટ્રેલિયા એશિયામાં 33 ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાંથી તેણે માત્ર પાંચમાં જ જીત મેળવી છે.
  • આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ Sidelights આ મેચમાં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો હતો. ટીમ ઈન્ડિયા આ મેદાન પર 1993થી સતત 13 ટેસ્ટ મેચમાં અજેય છે.
  • અશ્વિને આ મેચમાં કુલ છ વિકેટ લીધી હતી. આ સાથે તેણે હરભજન સિંહની બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે તમામ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે હરભજન સાથે બીજા ક્રમે આવી ગયો છે. બંનેના નામે 129 વિકેટ છે. નંબર વન પર અનિલ કુંબલે છે જેણે ઓસ્ટ્રેલિયા સામે તમામ ફોર્મેટમાં કુલ 142 વિકેટ લીધી છે.
  • કોહલી આ મેચમાં એકપણ અડધી સદીની ઇનિંગ્સ રમી શક્યો ન હતો પરંતુ તેમ છતાં તે એક રેકોર્ડ પોતાના નામે નોંધાવવામાં સફળ રહ્યો હતો. કોહલીએ ત્રણેય ફોર્મેટમાં પોતાના કુલ 25,000 રન પૂરા કર્યા છે.તે આ માઈલસ્ટોન હાંસલ કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તેણે આ કામ 549 ઇનિંગ્સમાં કર્યું હતું. તેંડુલકર બીજા નંબર પર છે.તેણે આ કામ 577 ઇનિંગ્સમાં કર્યું હતું.
  • આ મેચની બીજી ઈનિંગમાં કોહલી સ્ટમ્પ થઈ ગયો હતો. તે 180 ઇનિંગ્સમાં પ્રથમ વખત સ્ટમ્પ આઉટ થયો છે.
  • આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ કુલ 10 વિકેટ લીધી હતી. આ પ્રદર્શનના આધારે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે આ તેનો ચોથો મેન ઓફ ધ મેચ એવોર્ડ છે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાના મામલે તે ચેતેશ્વર પૂજારાની બરાબરી પર પહોંચી ગયો છે.
  • સ્ટીવ સ્મિથ બીજા દાવમાં અશ્વિનનો શિકાર બન્યો હતો. અશ્વિને તેને ટેસ્ટ ક્રિકેટમાં આઠમી વખત આઉટ કર્યો. ટેસ્ટમાં સ્મિથને આઉટ કરવાની બાબતમાં તે જેમ્સ એન્ડરસન સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે આવી ગયો છે. સ્મિથ નવ વખત સ્ટુઅર્ટ બ્રોડ દ્વારા આઉટ થયો છે, જે ટેસ્ટમાં સૌથી વધુ છે.

આ પણ વાંચોઃ

Ravindra Jadeja/ જાડેજાના તરખાટ સામે ઓસ્ટ્રેલિયા ધરાશાયીઃ બીજી ટેસ્ટ 6 વિકેટે જીતતું ભારત

Emergency Landing/ દુબઈથી આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, આ કારણે ઉતારવી પડી ફ્લાઈટ

મોરબી પુલ હોનારત/ મોરબી બ્રિજ તૂટી પડતાં પહેલા જ 49 માંથી 22 કેબલ તૂટી ગયા હતાઃ SIT