kerala news/ કેરળમાં સમય પહેલા ચોમાસાની એન્ટ્રી, સેટેલાઇટ તસવીરોમાં દેખાયો વાદળોનો મોટો ઘેરાવો

ભારતમાં એકસાથે બે મોટી હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. કેરળમાં સમય પહેલા ચોમાસાના(Monsoon) આગમન અને ઉત્તર ભારતના 3 પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જાહેર કરાયેલા યલો એલર્ટ વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Monsoon

Monsoon Update 2026:  ભારતમાં હાલમાં હવામાનનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. INSAT-3DS સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ દેખાય છે કે દેશમાં એકસાથે 2 મોટી સિસ્ટમ સક્રિય થઈ છે. એક તરફ ઉત્તર ભારતમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડી રાજ્યોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં ચોમાસાના વાદળો તેજીથી આગળ વધી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આ બંને ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Monsoon

ઉત્તર ભારતમાં આકાશી આફત: ત્રણ રાજ્યોમાં યલો એલર્ટ

લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજરીમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર વાદળોનો એક વિશાળ સ્પ્રિંગ આકારનો ઘેરાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ કારણે આ ત્રણેય પહાડી રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા, વાવાઝોડું અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની આશંકા વચ્ચે યલો એલર્ટ જાહેર કરાયું છે. મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમી અને પહાડોની ઠંડી હવા વચ્ચે થઈ રહેલા ટકરાવને કારણે આ તોફાની વાદળો બંધાયા છે.

Monsoon

કેરળમાં સમય પહેલા ચોમાસાનો ધડાકો! (Monsoon)

સામાન્ય રીતે 1 જૂનની આસપાસ શરૂ થતું ચોમાસું(Monsoon) આ વર્ષે વહેલું દસ્તક દઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 May ના રોજ કેરળમાં ચોમાસાની(Monsoon) સત્તાવાર શરૂઆત થઈ શકે છે. કેરળના દરિયાકાંઠે અને લક્ષદ્વીપ નજીક ખૂબ જ ઘાટા અને ઊંડા વાદળો જામ્યા છે, જે દર્શાવે છે કે હિંદ મહાસાગરમાંથી ભેજયુક્ત પવનો તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યા છે. ચોમાસાના પ્રારંભિક તબક્કાને કારણે કેરળમાં 28 May થી 3 June દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બીજી તરફ, મધ્ય અને પશ્ચિમ ભારત (જેમાં ગુજરાતના કેટલાક ભાગો સામેલ છે) હજુ પણ ગરમીની લપેટમાં છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે આ સ્થિતિ ઉનાળા અને ચોમાસા વચ્ચેના સંક્રમણ કાળની ક્લાસિક નિશાની છે, જેથી ટૂંક સમયમાં જ સમગ્ર દેશના હવામાનમાં મોટો પલટો આવશે.


આ પણ વાંચો : કેરળમાં નિર્ધારિત સમય કરતા 6 દિવસ વહેલું બેસશે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે આવશે?

આ પણ વાંચો :  આ વર્ષે સમય કરતા વહેલું આવશે ચોમાસું, જાણો ક્યારથી પડશે વરસાદ?

આ પણ વાંચો :  કેરળમાં ચોમાસું આવી ગયું છે, આ રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે; જાણો ક્યારે શરૂ થશે વરસાદ