Rain Update/ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 48 લોકોના મોત,હવામાન વિભાગે આપી આ ચેતવણી

દેશના પહાડી રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી સર્જાયેલી તબાહીમાં અનેક લોકોના મોત થયા છે

Top Stories India
1 9 હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 48 લોકોના મોત,હવામાન વિભાગે આપી આ ચેતવણી

દેશના પહાડી રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી સર્જાયેલી તબાહીમાં અનેક લોકોના મોત થયા છે.હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલમાં સતત ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે, જ્યારે ઉત્તરાખંડમાંથી ભૂસ્ખલનને કારણે ભારે તબાહીના સમાચાર છે. હવામાન વિભાગ (IMD) એ બંને રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે.

 હિમાચલ પ્રદેશમાં સોમવારે વરસાદે વિનાશ વેરવાનું ચાલુ રાખ્યું અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે. શિમલામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાઈ જવાને કારણે આમાંથી નવ લોકોના મોત થયા હતા. શિમલાના સમર હિલ વિસ્તારમાં શિવ મંદિરના કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. સાવન માસ હોવાથી દુર્ઘટના સમયે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા.

 હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલન સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે હું લોકોને અપીલ કરીશ કે તેઓ ઘરની અંદર જ રહે, નદીઓ અને ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોની નજીક ન જાય. વરસાદ બંધ થતાં જ રિસ્ટોરેશનનું કામ શરૂ થઈ જશે. હિમાચલના સોલન જિલ્લાના જડોન ગામમાં રવિવારે રાત્રે વાદળ ફાટવાના કારણે એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા.

 હિમાચલમાં ભારે વરસાદને જોતા સોમવારે તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. IMDએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ 42.00 સેમી વરસાદ સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ કાંગડા, હિમાચલ પ્રદેશ 27.00 સેમી વરસાદ સાથે છે.

હિમાચલ પ્રદેશ IMDના ડેપ્યુટી ડિરેક્ટર બુઇ લાલે  જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. રાજ્યમાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.