Not Set/ જામનગર જિલ્લા જેલમાં 23 કેદીઓ કોરોના સંક્રમિત

જામનગર જિલ્લા જેલમાં એક સાથે 23 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે અને જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે,

Top Stories Gujarat
JAMNAGAR જામનગર જિલ્લા જેલમાં 23 કેદીઓ કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે અંતર્ગત જામનગર જિલ્લામાં કોરોનાનાે કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે જામનગર જેલમાં પણ કોરોના સંક્રમિતે પગ પેસારો કર્યો છે જેના લીધે તંત્ર હરકતમાં આવી ગયં છે. જામનગર જિલ્લા જેલમાં એક સાથે 23 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે અને જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે, જામનગરમાં દિવસે દિવસે કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે આજરોજ જામનગર જિલ્લામાં 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જામનગર શહેરમાં 300 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તો જામનગર જિલ્લા જેલમાં 27 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે કોરોના ગ્રસ્ત કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં બે મહિલા કેદી પણ કોરોના પોઝિટિવ બની છે

ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય ટીમ દ્વારા ગઈકાલે જિલ્લા જેલમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આજે આવ્યો છે આ રિપોર્ટમાં 17 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્ર દોડતું થયું છે તો આરોગ્ય વિભાગ પણ થયું છે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડીન નદીની દેસાઈ તાત્કાલિક ખાતે દોડી ગયા હતા અને બાદમાં તમામ કેદીઓને ગુરુ ગોવિંદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેલ અધિક્ષક પ્રવિણસિંહ જાડેજા પણ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે કોરોનાની સ્થિતિ રાજ્યમાં ભયાવહ છે.અમદાવાદમાં નવા સંક્રમણના કેસ 9737,જ્યારે સુરતમાં2981 અને વડોદરામાં2823 કેસ નોંધાયા છે,રાજકોટમાં1333,આણંદમાં 558,ભાવનગર 529 કેસ નોંધાયા છે.ગાંધીનગરમાં 509 કેસ અને જામનગર 471 કેસ નોંધાયા છે.