Not Set/ આખરે ભારતની મુલાકાત દરમ્યાન એવું તો શું થયું કે આ ફ્રાંસ એમ્બેસેડરે છોડી દીધું માંસાહાર ભોજન

ભોપાલ હાલમાં જ ફ્રાંસ એમ્બેસેડરે જૈન ધર્મના પ્રભાવ હેઠળ માંસાહાર ભોજન છોડી દીધાના સમાચાર મળ્યા છે. ભારત સ્થિત ફ્રેન્ચ એમ્બેસેડર એલેક્સ અન્દ્રે ઝીગ્લેરે જૈન આચાર્ય વિદ્યાસાગરની ફિલોસોફીથી પ્રભાવિત થઇને શાકાહાર અપનાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે એલેક્સ અન્દ્રે તેમની બે પુત્રીઓ અને પત્નિ સાથે મધ્યપ્રદેશના ખજુરાહોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દમ્યાન તેઓ […]

Top Stories India World Trending
sai 0006 3 આખરે ભારતની મુલાકાત દરમ્યાન એવું તો શું થયું કે આ ફ્રાંસ એમ્બેસેડરે છોડી દીધું માંસાહાર ભોજન

ભોપાલ

હાલમાં જ ફ્રાંસ એમ્બેસેડરે જૈન ધર્મના પ્રભાવ હેઠળ માંસાહાર ભોજન છોડી દીધાના સમાચાર મળ્યા છે.

ભારત સ્થિત ફ્રેન્ચ એમ્બેસેડર એલેક્સ અન્દ્રે ઝીગ્લેરે જૈન આચાર્ય વિદ્યાસાગરની ફિલોસોફીથી પ્રભાવિત થઇને શાકાહાર અપનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે એલેક્સ અન્દ્રે તેમની બે પુત્રીઓ અને પત્નિ સાથે મધ્યપ્રદેશના ખજુરાહોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દમ્યાન તેઓ જૈન આચાર્ય વિદ્યાસાગરને મળ્યા હતા.આચાર્ય વિદ્યાસાગર તે જગ્યાએ ચતુર્માસ ગાળવા માટે આવ્યા છે.એલેક્સ અને તેમનો પરિવાર આચાર્યની ફિલોસોફીથી ઘણા ખુશ થયા હતા.

એલેક્સ અન્દ્રે અને તેમના પરિવારે જમીન પર બેસીને ૨૦ મિનીટ સુધી વાતચીત કરી હતી.આ ચર્ચાઓમાં શાકાહાર માટે જૈન ધર્મમાં ખાસ મહત્વ છે તેના વિશે જાણ્યું હતું.

આ મુલાકાત પછી ફ્રેન્ચ એમ્બેસેડરે જાહેર કર્યું હતું કે તેઓ માંસાહાર છોડી શાકાહાર અપનાવશે.એલેક્સે જણાવ્યું હતું કે જૈન મુનિ સાથે વાતચીત કર્યા પછી તેમની તેમને શાંતિ અને આશીર્વાદનો અનુભવ થઇ રહ્યો છે.