ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાતનો આજે બીજો દિવસ છે. શી જિનપિંગ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સવારે 10 વાગ્યાની આસપાસ કોવ રિસોર્ટ ખાતે બંને ટોચના નેતાઓ વચ્ચે બેઠક થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક બેઠક છે. સુત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો અલગ નિવેદનો બહાર પાડશે. જો કે, બંને નેતાઓ વચ્ચેની બેઠકનું કારણ સ્પષ્ટ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચેની આ બેઠક વર્ષ 2018 માં ચીનના વુહાન શહેરમાં યોજાયેલી વાતચીતની જેમ અનૌપચારિક હશે.
જાણો શું છે આજનું શેડ્યૂલ?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નઈની આઈટીસી ગ્રાન્ડ ચોલા હોટલમાં રોકાઈ રહ્યા છે. શી જિનપિંગ ફરી એકવાર હોટલથી મહાબલીપુરમ જવા રવાના થશે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ સવારે 9.50 વાગ્યે મહાબાલીપુરમ પહોંચશે.
બંને નેતાઓ વચ્ચે સવારે 10 વાગ્યે ફિરશરમેન્સ હોટલમાં બેઠક થશે. આ બેઠકમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
સવારે 10.45 વાગ્યાથી બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિ કક્ષાની વાતચીત પણ થશે. આ સંયુક્ત સંવાદ દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકર પણ હાજર રહેશે.
સવારે 11.45 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ભોજન સમારંભનું આયોજન કરશે.
ભોજન સમારંભ બાદ શી જિનપિંગ સવારે 12.45 વાગ્યે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે રવાના થશે.
શી જિનપિંગ બપોરે દોઢ વાગ્યે નેપાળ જવા રવાના થશે.
શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ 5 કલાક સુધી પરસ્પર વાતચીત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાબલીપુરમમાં કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાઓ માટે તમિળનાડુ સરકારનો આભાર માન્યો.
વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પીએમ મોદી સિવાય, શી જિનપિંગે પણ ઉત્તમ સ્વાગત અને વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. વિદેશ સચિવે કહ્યું કે બંને દેશો વચ્ચે પરસ્પર સંબંધો, આતંકવાદ અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.