Not Set/ મહાજંગ – 2019 : વારાણસી બેઠક આપશે 3જી વાર વડાપ્રધાન, રચશે ઇતિહાસ, આવો છે ચૂંટણી જંગનો ચિતાર

મોક્ષદાયિની, દેવપ્રિયાય, શિવપ્રયાય, સર્વ પાપ નાશીની નગરીની ઐતિહાસિક ઓળખ ધરાવતી, તો કાશી, બનરસ કે વારાણસી જેવા વિવિઘ નામોથી પ્રસિદ્ધ. ભારતનાં ઇતિહાસ જેટલી જ પૌરાણીક નગરી વારાણસીની બેઠક એક ઇતિહાસ રચવા જઇ રહી છે. વારાણસી બેઠક ફરી એક વાર વડાપ્રધાન આપવા જઇ રહી છે. તો આ સાથે વારાણસી બેઠક 3જી વાર વડાપ્રધાન આપશે. પૂર્વે તે ચંદ્રશેખર […]

Top Stories India
3956 Modi UP Polls મહાજંગ – 2019 : વારાણસી બેઠક આપશે 3જી વાર વડાપ્રધાન, રચશે ઇતિહાસ, આવો છે ચૂંટણી જંગનો ચિતાર

મોક્ષદાયિની, દેવપ્રિયાય, શિવપ્રયાય, સર્વ પાપ નાશીની નગરીની ઐતિહાસિક ઓળખ ધરાવતી, તો કાશી, બનરસ કે વારાણસી જેવા વિવિઘ નામોથી પ્રસિદ્ધ. ભારતનાં ઇતિહાસ જેટલી જ પૌરાણીક નગરી વારાણસીની બેઠક એક ઇતિહાસ રચવા જઇ રહી છે. વારાણસી બેઠક ફરી એક વાર વડાપ્રધાન આપવા જઇ રહી છે. તો આ સાથે વારાણસી બેઠક 3જી વાર વડાપ્રધાન આપશે. પૂર્વે તે ચંદ્રશેખર અને 2014માં મોદીના રૂપમાં આ બેઠકનાં પ્રતિનીધી તરીકે વડાપ્રધાન આપી ચૂંકી છે ત્યારે આ વખતે PM મોદી 125000 મતોથી આગળ છે અને તેમનાં પ્રતિસ્પર્ધીઓ ક્યાંય ગોત્યા પણ મળતા નથી તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

MOID મહાજંગ – 2019 : વારાણસી બેઠક આપશે 3જી વાર વડાપ્રધાન, રચશે ઇતિહાસ, આવો છે ચૂંટણી જંગનો ચિતાર

આવો છે વારાણસી બેઠકનો રાજકીય ઇતિહાસ

વારાણસી બેઠકનાં રાજકીય ઇતિહાસની વાત કરવામાં આવેતો પૂર્વે આ બેઠક પર કોંગ્રેસ સાત વખત અને ભાજપ છ વખત ચૂંટણી જીતી ચૂક્યું છે. વારાણસી બેઠક પર 1991 સુધી કોંગ્રેસનો અને 1991થી ભાજપનો દબદબો જોવા મળે છે. વારણસી બેઠક પર કોંગ્રેસનાં રઘુનાથસિંહ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તો ભારતીય લોક દળની ટિકિટ પરથી ચૂંટણી લડેલા પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર 1977માં વારાણસીથી જ ચૂંટણી જીત્યા હતા અને PM તરીકે સત્તા ભોગવી હતી.  1967માં CPI (M), 1989માં જનતા દળનાં ઉમેદવાર પણ અહીથી ચૂંટણી જીત ચૂંક્યા છે. જનતા દળમાંથી જીતેલા અનિલ શાસ્ત્રી પૂર્વ PM લાલ બહાદુર શાસ્ત્રીનાં પુત્ર હતા. ભાજપનાં શંકર પ્રસાદ જયસ્વાલ સતત ત્રણ વખત સાંસદ બન્યા હતા. 2004માં કોંગ્રેસના રાજેશકુમાર મિશ્રાની જીત થઈ, તો 2009માં ભાજપનાં દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ વારાણસીથી જીત માળવી હતી. લોકસભા 2014માં PM  મોદીએ ગુજરાતનાં વડોદરાની સાથે સાથે વારાણસી પરથી પણ જીત મેળવી હતી અને વડોદરા બેઠક જતી કરી વારાણસીનાં સાંસદ તરીકે લોકસભા પહેલીવાર સાંસદ તરીકે પગ મુક્યો હતો. વારાણસી બેઠકનાં સાંસદ હાલ દેશનાં PM છે એ પણ મહત્વની વાત છે. તો દેશની બે જુદી જુદી પાર્ટીઓમાંથી વારાણસી બેઠકે બે PM આપ્યા તે પણ એક રેકોર્ડ છે. 2019 માટે વારાણસી બેઠકનાં દેવેદારોમાં PM મોદી હોવાથી પૂર્વ ઉત્તર પ્રદેશની લોકસભા બેઠક મહાજંગ – 2019માં દેશની સૌથી હાઈ પ્રોફાઈલ લોકસભા બેઠક તરીકે ગણવામાં આવે છે.

વારાણસી લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

varanasi candidate મહાજંગ – 2019 : વારાણસી બેઠક આપશે 3જી વાર વડાપ્રધાન, રચશે ઇતિહાસ, આવો છે ચૂંટણી જંગનો ચિતાર

આવી હતી ગત ચૂંટણીમાં વારાણસી બેઠકની સ્થિતિ

2014માં ભાજપમાંથી નરેન્દ્ર મોદીએ 3.71 લાખ મતોની જંગી બહુમતિથી જીત હતી વારાણસી બેઠક. મોદી સામે AAPનાં અરવિંદ કેજરીવાલ અને કોંગ્રસના અજય રાય મેદાનમાં હતા. મોદીને 5.81 લાખ, કેજરીવાલને 2.09 લાખ અને અજય રાયને 75 હજાર મત મળ્યા હતા. મોદી 2014માં વડોદરા અને વારાણસી એમ બે જગ્યા પરથી ચૂંટણી લડ્યા હતા અને એ વડોદરા બેઠક છોડી વારાણસી બેઠક જાળવી રાખી.