Not Set/ ગોવાનાં પૂર્વ આરોગ્ય મંત્રી સુરેશ અમોનકરનું કોરોનાથી નિધન

ગોવાનાં પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપનાં ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો.સુરેશ અમોનકરનું કોરોના વાયરસ સંક્રમણથી નિધન થયું હતું. કોરોના ચેપ લાગતાં તેમને 21 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અમોનકરનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ સાવંતે તેમના શોક સંદેશમાં કહ્યું હતું કે, “ભાજપનાં ગોવા રાજ્યનાં પૂર્વ પ્રમુખ અને ગોવા સરકારનાં ભૂતપૂર્વ […]

India
5219fdb70350796a3e3f3b538557e797 2 ગોવાનાં પૂર્વ આરોગ્ય મંત્રી સુરેશ અમોનકરનું કોરોનાથી નિધન

ગોવાનાં પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપનાં ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો.સુરેશ અમોનકરનું કોરોના વાયરસ સંક્રમણથી નિધન થયું હતું. કોરોના ચેપ લાગતાં તેમને 21 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અમોનકરનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

સીએમ સાવંતે તેમના શોક સંદેશમાં કહ્યું હતું કે, “ભાજપનાં ગોવા રાજ્યનાં પૂર્વ પ્રમુખ અને ગોવા સરકારનાં ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન ડો.સુરેશ અમોનકરનાં નિધનથી દુઃખ થયુ. ગોવા રાજ્યમાં તેમનું મહત્વનું યોગદાન છે અને તે ક્યારેય ભૂલી શકાઇ શકાય તેમ નથી. શોક સંતપ્ત પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના.

ડો.સુરેશ કુસો આમોનકર 1999 માં ગોવા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય તરીકે અને 2002 માં ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા. અગાઉ તે મનોહર પર્રિકર કેબિનેટમાં આરોગ્ય, સમાજ કલ્યાણ અને શ્રમ અને રોજગાર પ્રધાન હતા. 2007 ની ગોવા વિધાનસભાની ચૂંટણી તેઓ કોંગ્રેસનાં ઉમેદવારથી હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.