વિદેશ યાત્રા/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022 નો પહેલો પ્રવાસ UAE, દુબઈ એક્સ્પોની પણ લેશે મુલાકાત

માનવામાં આવે છે કે આ યાત્રાનો ઉદ્દેશ બન્ને દેશોના સંબંધોને વધુ મજબુત કરવાનો છે.. મુખ્યત્વે યાત્રાનું કેન્દ્રબિંદુ દુબઇ એક્સ્પો રહે તેવી સંભાવના છે.

Top Stories India
Untitled 314 4 વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022 નો પહેલો પ્રવાસ UAE, દુબઈ એક્સ્પોની પણ લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2022ના નવા વર્ષનો પહેલો પ્રવાસ યૂએઇનો કરશે. આ યાત્રા દરમ્યાન દુબઇ એક્સ્પોમાં તેમની ઉપસ્થિતિ ખુબજ મહત્વપૂર્ણ બની રહેશે. તેમના આ પ્રવાસથી બન્ને દેશો વચ્ચેના વેપારી સંબંધો વધુ મજબુત બનવાની આશા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022ની શરૂઆતી વિદેશ યાત્રા સંયુક્ત આરબ આમિરાતથી કરી શકે છે. સુત્રોનું માનીએ તો પીએમ મોદી જાન્યુઆરીમાં યૂએઇનો પ્રવાસ કરી શકે છે. માનવામાં આવે છે કે આ યાત્રાનો ઉદ્દેશ બન્ને દેશોના સંબંધોને વધુ મજબુત કરવાનો છે.. મુખ્યત્વે યાત્રાનું કેન્દ્રબિંદુ દુબઇ એક્સ્પો રહે તેવી સંભાવના છે.

આ  પણ વાંચો ;ભાજપનો ભગવો લહેરાયો / વાપી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય, 44માંથી 40 બેઠક કરી કબજે !

છેલ્લા કેટલાક વર્ષોથી સંયુક્ત આરબ અમિરાત સાથે ભારતના સંબંધોમાં ખુબજ સુમેળભર્યા બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAE પ્રવાસની તારીખોને અંતિમ રૂપ આપવાનું બાકી છે. પરંત સંભાવના છે કે જાન્યુઆરી માસમાં પીએમ યૂએઇનો પ્રવાસ ખેડી શકે છે.માનવામાં આવે છે કે, બન્ને દેશ આવતા વર્ષના પહેલા છ માસ સુધી એક વ્યાપક આર્થિક ભાગીદારી સમજુતીને મજબુત કરવા માટે આગળ વધી રહ્યા છે.. જેનાથી વેપાર અને રોકાણ સંબંધોને ખુબજ પ્રોત્સાહન મળવાની આશા છે. વધતા રણનૈતિક સંબંધોના પરિપેક્ષ્યમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત હાલમાં જ એક નવા ચાર રાષ્ટ્ર સમુહનો હિસ્સો બન્યા છે.. જેનાથી વ્યપાર અને રોકાણ સાથે સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આશા છે.. તેમાં બે સદસ્ય દેશ અમેરિકા અને ઇઝરાયેલ છે.

આ પણ વાંચો ;મકાન કપાતને લઇ વિરોધ / રાજકોટમાં TP રોડમાં મકાન કપાતને લઇ વિરોધ પ્રદર્શન, એક મહિલા બેભાન