India/ ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા સરેરાશ આટલા કરોડનો ખર્ચ

ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા સરેરાશ આટલા કરોડનો ખર્ચ

Top Stories India

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લઇ હંમેશા ચર્ચા થતી જ હોય છે અને વિવાદ પણ સર્જાય છે.  જોકે કોરોનાને કારણે આ વર્ષે પીએમ મોદી વિદેશ પ્રવાસે જઇ શક્યા નથી. જોકે અત્યાર સુધીમાં પીએમ મોદીની વિદેશ યાત્રા પાછળ 2156 કરોડનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે.

Air India must disclose records of PM Modi's foreign trips, can't be kept  under 'cloak' of secrecy: CIC

  • વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં પહેલીવાર વિદેશ પ્રવાસ થયો
  • અગાઉ વર્ષદીઠ કર્યા સરેરાશ 10 વિદેશ પ્રવાસ
  • અત્યાર સુધીમાં પીએમ મોદીએ કર્યા 106 વિદેશ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશની ભાગદોડ પોતાના હાથે લીધી છે ત્યારથી વિદેશનીતિમાં ભારતની એક અલગ ઓળખ સામે આવી છે.  જોકે ક્યાંક વડાપ્રધાનનો આ વિદેશ પ્રવાસ તેના ખર્ચાને લઇ હંમેશા વિવાદનું કેન્દ્ર રહ્યો છે. આ તરફ કોરોનાકાળને કારણે વર્ષ 2020માં એકપણ વિદેશી પ્રવાસનું આયોજન શક્ય બન્યું નથી.  જોકે વિવિધ કાર્યક્રમો થકી પીએમ મોદીએ જરૂર ભાગ લીધો છે. પીએમ મોદીનો આ વર્ષે ઢાકા અને બેલ્જિયમ પ્રવાસ રદ્દ થયો છે અને ત્યારબાદ કોરોનાને પગલે પીએ મોદી વિદેશમાં જઇ શક્યા નથી. વર્ષ 2019માં પ્રધાનમંત્રી 35 દિવસ વિદેશયાત્રા પર હતા, પણ આ વખતે કોરોના વાઈરસને પગલે 365 દિવસ ભારતમાં જ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લે વિદેશપ્રવાસ પર 13થી 15 નવેમ્બર 2019માં બ્રાઝિલ ગયા હતા, જ્યાં તેમણે BRICSમાં ભાગ લીધો હતો.

Prime Minister Modi and his foreign visits -

  • પ્રધાનમંત્રી મોદી 56 વિદેશયાત્રામાં 106 દેશ પહોંચ્યા
  • 6 વર્ષ 7 મહિનામાં વિદેશ પ્રવાસ પાછળ 2156 કરોડનો ખર્ચ
  • પીએમ મોદીએ પ્રત્યેક વર્ષ કરી 10 વિદેશયાત્રા
  • દરેક વર્ષે 400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ

Covid-19 / દુનિયા આખીને ડરાવતું UK, કોરોનાના નવા પ્રકારથી આખી દુનિયા ડર…

પ્રધાનમંત્રી ઓફિસની વેબસાઈટ પર પણ PMની યાત્રાને લગતા ખર્ચની માહિતી આપવામાં આવી છે. આ બન્ને માહિતીને જોઈએ તો અત્યારસુધી PM મોદીના વિદેશપ્રવાસ પાછળ 2 હજાર 156 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. પ્રધાનમંત્રી કાર્યાલયના મતે વર્ષ 2014થી અત્યારસુધીમાં પ્રધાનમંત્રી મોદીએ 59 વખત વિદેશપ્રવાસ કર્યો છે. તેઓ 106 દેશની યાત્રા કરી છે, જેમાં 2 અથવા વધારે યાત્રાનો પણ સમાવેશ કર્યો છે. વર્ષ 2014માં પીએમ મોદીની 9 વિદેશ યાત્રા પાછળ 300.91 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે વર્ષ 2015માં 28 વિદેશ પ્રવાસ કર્યા છે.  જેમાં 358.61 કરોડ ખર્ચાયા છે. વર્ષ 2016માં 18 પ્રવાસ પાછળ 446.06 કરોડ, વર્ષ 2017માં 14 યાત્રા પાછળ 418.28 કરોડનો ખર્ચ કર્યો છે. 2018માં 23 વિદેશ પ્રવાસ પાછળ 521.50 કરોડ જ્યારે વર્ષ 2019માં 14 યાત્રામાં 110.71 કરોડનો ખર્ચ થયો છે.

Rs 355 crore spent on Modi's 41 foreign trips since becoming PM, reveals  RTI - India News

પૂર્વ પીએમ મનમોહન સિંહે 73 વખત કરી વિદેશની યાત્રા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ વર્ષ 2004થી લઈ 2014 સુધી પ્રધાનમંત્રી રહ્યા. આ 10 વર્ષમાં તેમણે 73 વખત વિદેશપ્રવાસ કર્યો. આ પૈકી 35 પ્રવાસ પ્રથમ કાર્યકાળ 2004થી 2009 વચ્ચે અને 38 યાત્રા બીજા કાર્યકાળ એટલે કે 2009થી 2014 વચ્ચે કરી હતી.

Tharad / વગર મંજુરીએ ડાયરો કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે તંત્ર એક્શ…

Kutchh / જીલ્લામાં કોરોનાં ગાઈડલાઈનનું ચુસ્ત અમલીકરણ કરાવાશે : પોલીસ …

India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો