વર્ષ 2019ના અંત ભાગમાં ચીન આખી દુનિયા માટે ચિંતાનું કારણ બન્યું હતું. ત્યાંથી કોવિડનો પહેલો કેસ નોંધાયો. જે પછી 2020ના સમગ્ર વર્ષમાં આખી દુનિયાને સતાવતો રહ્યો. હવે વર્ષ 2020ના અંત ભાગમાં એવી જ ચિંતાનું કારણ UK બની રહ્યું છે. UKથી એક જ સપ્તાહમાં કોવિડના 2 નવા સ્ટ્રેન આખી દુનિયાને ચિંતામાં મુકી રહ્યાં છે.
- UKમાં એક જ સપ્તાહમાં મળ્યાં બે નવા પ્રકાર
- બંને પ્રકાર અગાઉના વાયરસ કરતાં ખતરનાક
- બંને પ્રકાર અગાઉના વાયરસ કરતાં વધુ ચેપી
- UKથી દેશમાં આવનારા મહિલા પણ પોઝિટિવ
વિશ્વ આખાને એક જ ડર સતાવી રહ્યો છે. એ છે કોરોનાનો વધુ ખતરનાક સ્ટ્રેન ક્યાંક આખી દુનિયા પર ફરી એકવાર હાવી થઈ ન જાય. આખી દુનિયા અત્યારે યુકેથી મળેલાં સ્ટ્રેનથી ફફડી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુકેથી એક જ સપ્તાહમાં બે નવા સ્ટ્રેન મળ્યાં છે. જે બંને સ્ટ્રેન અગાઉના સ્ટ્રેન કરતાં વધુ ખતરનાક છે. કેમ કે તે અગાઉ કરતાં વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. યુકેમાં તેની અસર દેખાવાની શરૂ પણ થઈ ગઈ છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં જ યુકેમાં દૈનિક કેસનો આંકડો જે 25 હજાર આજુબાજુ હતો તે વધીને છેલ્લાં 24 કલાકમાં 39 હજાર સુધી પહોંચી ગયો. યુકેમાં ગત 24 કલાકમાં મૃત્યુઆંક પણ એપ્રિલ પછી દૈનિક સૌથી વધુ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં જ યુકેમાં 744 નાગરિકોના મોત થઈ ગયા છે. ચિંતાની વાત એ છે કે દેશમાં પણ યુકેથી આવનારા અનેક લોકો કોવિડ પોઝિટિવ આવ્યાં છે. એમાંય આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક મહિલા તો નવા પ્રકારના વાયરસથી સંક્રામિત મળી છે.
- UKમાં આફ્રિકાથી આવ્યો બીજો નવો સ્ટ્રેન
- આફ્રિકા સાથેનો વ્યવહાર કટ કરશે UK
- UKમાં નખાયા છે આકરા નિયંત્રણ
- શું અન્ય દેશોમાં પણ નાખવા પડશે નિયંત્રણો?
UKમાં જે નવો પ્રકાર મળ્યો છે તે આફ્રિકાથી આવ્યો હોવાનું પુરવાર થયું છે. સલામતીના ભાગરૂપે યુકે હમણાં આફ્રિકા સાથે પણ તમામ વ્યવહાર કટ કરી નાખશે. તો યુકેએ હાલમાં ક્રિસમસ સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને એકસામટા સંખ્યાબંધ નિયંત્રણો પણ લાદી દીધાં છે. ભારત સહિતના દેશો તકેદારી રાખી રહ્યાં છે છતાં યુકેથી આવનારા પ્રવાસીઓ પોઝિટિવ મળી રહ્યાં છે તે પણ ચિંતાનો વિષય છે. સવાલ એ છે કે જો નવો પ્રકાર આટલો ચેપી છે તો શું ફરી એકવાર વિશ્વભરના અનેક દેશોમાં આ પ્રકાર લોકડાઉન લઈ આવશે. શું ફરી એકવાર દુનિયાભરના દેશોએ નવા નિયંત્રણો લાદવા પડશે?
Tharad / વગર મંજુરીએ ડાયરો કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે તંત્ર એક્શ…
Kutchh / જીલ્લામાં કોરોનાં ગાઈડલાઈનનું ચુસ્ત અમલીકરણ કરાવાશે : પોલીસ …
India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
