#DelhiAssemblyElectionResult2020 વલણો જોરશોરથી આવી રહ્યા છે અને કેજરીવાલ એન્ડ કંપની એટલે કે આપ આત્યારે ચૂંટણી પરિણામોનાં વલણો મુજબ દિલ્હી સર કરી ચૂકી છે, જો કે ભાજપ પણ ભલે દાવા મુજબ તો નહીં પરંતુ પાછલી ચૂંટણી કરતા અનેક ગણું સારુ પરિણામ લોવતી જોવામાં આવી રહી છે. હાલનાં વલણો મુજબ 58 બેઠકો પર આપ, ભાજપ 12 બેઠકો પર અને કોંગ્રેસ 00 બેઠક પર આગળ ચાલી રહી છે.
ત્યારે સૌથી મહત્વની બાબત જોવામાં આવી રહી છે અને તે છે ભાજપનાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીની માધ્યમોનાં વલણોમાં સૂચક ગેરહાજરી. જી હા ભાજપની સ્પષ્ટ બહુમતીની જોરશોરથી છાતી ઠોકીને જાહેરાત કરનાર દિલ્હી ભાજપનાં પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી ખોવાઇ ગયા હોવાનું જોવામાં આવી રહ્યું છે. માધ્યમો અને વલણો આમતો તમામ બેઠકો અને ખાસ કરીને તમામ દિગ્ગજ નેતાઓનાં સામે આવી રહ્યા છે. આમ છતા ભાજપ પ્રદેશ પ્રમુખ વલણોમાં વલોવાયેલા જોવામાં આવી રહ્યા હોવાની ચર્ચા જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
