ઇક્વેટોરિયલ ગિનીના બંદરગાહ બાટા શહેરમાં ઘણા શક્તિશાળી વિસ્ફોટ થયા છે. રવિવારે મીડિયાએ રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી હતી. એહરોગ સમાચાર આઉટલેટ જણાવ્યા પ્રમાણે ઉપર ત્રણ વિસ્ફોટ થયા છે જેમાં પહેલા વિસ્ફોટથી ઘણી બધી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.
નિધન / પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું નિધન
આ વિસ્ફોટોમાં 17 લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે. આ સિવાય 400 થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે.
સેટેલાઇટ / ISRO 28 માર્ચે લોન્ચકરશે આ ત્રીજી આંખ સમાન સેટેલાઈટ, સીમા પરની ગતિવિધિઓ પર રાખશે બાજનજર

આઉટલેટ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં ક્ષતિગ્રસ્ત ઘરોમાં ઘણી જગ્યાઓ માંથી ધુમાડો નીકળતો જોવામાં આવી રહ્યો છે.બચાવ-રાહત સેવાઓ હજી સુધી પહોંચી નથી તેમ જ વિસ્ફોટ ના કારણો અંગે પૂરતી જાણકારી પ્રાપ્ત થઇ નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
