સેટેલાઇટ/ ISRO 28 માર્ચે લોન્ચકરશે આ ત્રીજી આંખ સમાન સેટેલાઈટ, સીમા પરની ગતિવિધિઓ પર રાખશે બાજનજર

ચીન અને પાકિસ્તાન દ્વારા સીમા પર થઈ રહેલી ઘુષણખોરી અને હિંસાખોરીને ધ્યાનમાં રાખીને ઈસરો દ્વારા મહત્વપૂર્ણ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.ભારત 28 માર્ચે એક સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સેટેલાઇટ

Top Stories India

ચીન અને પાકિસ્તાન દ્વારા સીમા પર થઈ રહેલી ઘુષણખોરી અને હિંસાખોરીને ધ્યાનમાં રાખીને ઈસરો દ્વારા મહત્વપૂર્ણ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.ભારત 28 માર્ચે એક સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સેટેલાઇટ અનેક રીતે મહત્વની સાબિત થઈ શકે છે. આ સેટેલાઇટની મદદથી બોર્ડર એરિયાની તસવીરો મળી જશે. તેમાં ન માત્ર દુશ્મનોની દરેક ચાલનો પર્દાફાશ થશે પરંતુ હવામાન સંબંધિત આપદાઓને મોનીટર કરી શકાશે. જીસેટ-1 આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી-એફ 10 દ્વારા લોન્ચ કરવામાં આવશે.

Brazilian Indian startup satellite Amazonia 1 ISRO first mission 2021 February 28 | Brazilian News – India TV

નિધન / પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું નિધન

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના એક અધિકારીએ રવિવારે જણાવ્યું, ‘અમે 28 માર્ચે આ જીયો ઇમેજિંગ ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા ઈચ્છીએ છીએ, પરંતુ આ હવામાનની સ્થિતિઓ પર નિર્ભર રહેશે.’ આ ઉપગ્રહ 36,000 કિલોમીટરની ઉંચાઈવાળી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જીએસએલવી-એફ 10 દ્વારા જીસેટ-1નું પ્રક્ષેપણ ટેકનિકલ કારણોથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. તેનું પ્રક્ષેપણ પાછલા વર્ષે પાંચ માર્ચે થવાનું હતું. અંતરિક્ષ વિભાગના એક અધિકારીએ કહ્યું, આ ભારત માટે કેટલાક મુદ્દે મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે. તેમણે કહ્યું, ઉચ્ચ સ્તરના કેમેરાની સાથે આ ઉપગ્રહથી ભારતીય જમીન અને મહાસાગરો, વિશેષરૂપથી તેની સરહદોનું સતત ધ્યાન રાખી શકાશે. આ પ્રાકૃતિક આપદાઓ અને કોઈપણ અલ્પકાલિક ઘટનાઓના ત્વરિત સર્વેલન્સમાં મદદ કરશે. ઇસરોએ કહ્યું કે, જીસેટ-1નું વનજ 2268 કિલોગ્રામ છે અને આ એક અત્યાધુનિક પર્યવેક્ષણ ઉપગ્રહ છે.

ISRO RISAT-2BR1 satellite to launch at 3.25 pm IST today: How to watch it live- Technology News, Firstpost

નિધન / ફ્રાન્સના અબજોપતિ રાજકારણી ઓલિવિયર ડસોલ્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ઇસરોએ 28 ફેબ્રુઆરીએ પોતાની કોમર્સિયલ યૂનિટ ‘ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NCL)’ ના પ્રથમ સમર્પિત મિશન હેઠળ રવિવારે બ્રાઝિલના એમેજોનિયા-1 અને 18 અન્ય ઉપગ્રહોને પીએસએલવી સી-51 દ્વારા અહીં શ્રીગકિટા અંતરિક્ષ કેન્દ્રથી સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ 18 ઉપગ્રહોમાંથી પાંચ ઉપગ્રહ છાત્રો દ્વારા નિર્મિત હતા. અંતરિક્ષ વિભાગમાં સચિવ અને ઇસરોના અધ્યક્ષ કે સિવને પાછલા સપ્તાહે કહ્યુ હતુ કે જે ટેકનીકલ મુદ્દાને કારણે જીસેટ-1 મિશનને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, જેનું સમાધાન થઈ ગયું છે. કોવિડ-19ને કારણે લાગેલા લૉકડાઉનને કારણે સામાન્ય કામકાજ પ્રભાવિત થવાથી તેના પ્રક્ષેપણમાં વધુ વિલંબ થયો.

ISRO satellite launch: With Gsat-7A lift off, Isro achieves milestone by launching 3 satellites in 35 days | India News - Times of India

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…