Not Set/ અક્ષયની ફિલ્મ ‘રામસેતુ’ નાં સેટ પર 45 જુનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ

બોલિવૂડમાં કોરોનાવાયરસનો કેર આજે પણ યથાવત છે. રોજ કોઇને કોઇ બોલિવૂડ સ્ટાર કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે.

Top Stories Entertainment

બોલિવૂડમાં કોરોનાવાયરસનો કેર આજે પણ યથાવત છે. રોજ કોઇને કોઇ બોલિવૂડ સ્ટાર કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે. ગઇ કાલે અક્ષય કુમાર, ગોવિંદા કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે કોરોનાએ વધુ મોટો કેર વરસાવ્યો છે. અક્ષય કુમાર ફિલ્મ ‘રામ સેતુ’ ની મુંબઈ સ્થિત મડ આઈલેન્ડમાં શૂટિંગ કરી રહ્યા હતા. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ‘રામ સેતુ’ નાં 45 જુનિયર કલાકારો પણ કોરોના ચેપગ્રસ્ત થયા છે.

કોરોના કહેર / દિલ્હી, યુપી, બિહાર સહિત આ રાજ્યોમાં શાળાઓ-કોલેજો બંધ, જાણો ક્યાં પરીક્ષાઓ પાછી ઠેલાઈ

આપને જણાવી દઇએ કે, આ બધા જ 45 કલાકારો ટૂંક સમયમાં ફિલ્મ રામ સેતુનું કામ શરૂ કરવાના હતા. આની પુષ્ટિ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) નાં જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ, સોમવારે 5 એપ્રિલે, 100 લોકો રામ સેતુનાં સેટ પર પોતાનું કામ શરૂ કરવાના હતા. તે બધા મડ આઇલેન્ડમાં ફિલ્મ સેટ સાથે જોડાઇ રહ્યા હતા. મૂવીમાં જોડાતા પહેલા, 45 જુનિયર કલાકારો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ તેઓને અલગ રાખવામાં આવ્યા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) નાં જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું- ‘રામ સેતુની ટીમ સંપૂર્ણ કાળજી લઈ રહી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે જુનિયર આર્ટિસ્ટ એસોસિએશનનાં 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તે બધા ક્વોરેન્ટીનમાં છે.’

બંગાળ ચૂંટણી / મમતા બેનર્જી સામે થઈ શકે છે કાર્યવાહી, ચૂંટણી પંચે નંદીગ્રામ મતદાનમાં ગરબડના આરોપ ફગાવ્યા

અક્ષય કુમારની પ્રોડક્શન કંપની કેપ ગુડ ફિલ્મ્સ અને વિક્રમ મલ્હોત્રાનાં અબનદંતિયા એન્ટરટેઈનમેન્ટે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને જરૂરી પગલા લીધાં છે. સેટ પર આવતા પહેલા તેમણે તમામ 100 કલાકારોનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાંથી 45 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું છે. એવું માનવામાં આવે છે કે, ઓછામાં ઓછા 12-14 દિવસ પછી શૂટિંગ ફરીથી શરૂ થશે. રામસેતુમાં અક્ષય કુમાર સાથે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્માએ કર્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ