Not Set/ અહેમદ પટેલ લોકસભા ચૂંટણી લડશે ?

અહેમદ પટેલ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. સુત્રો ધ્વારા જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાંડ ઇચ્છી રહ્યું છે કે અહેમદ પટેલ ચૂંટણી લડે તથા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ચૂંટણી લડવા  આગ્રહ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અહેમદ પટેલ AICCના ખજાનચી  તથા રાજ્યસભાના સાંસદ છે. ગુજરાતના ભરૂચના […]

Top Stories Gujarat Others Politics
અહેમદ પટેલ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. સુત્રો ધ્વારા જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાંડ ઇચ્છી રહ્યું છે કે અહેમદ પટેલ ચૂંટણી લડે તથા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ચૂંટણી લડવા  આગ્રહ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અહેમદ પટેલ AICCના ખજાનચી  તથા રાજ્યસભાના સાંસદ છે. ગુજરાતના ભરૂચના વતની છે. અહેમદ પટેલ ગાંધી પરિવારનાબહુ નિકટ વતી છે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર તરીકે પણ અહેમદ પટેલનું યોગદાન રહેલું છે. જો કે, ભરૂચ લોકસભા બેઠક ઉપર BTP સાથે ગઠબંધનની સંભાવના પણ નકારી શકાતી નથી ત્યારે હવે ભરૂચ લોકસભાના કોંગ્રેસ ના ઉમેદવાર કોણ તે ચર્ચાએ જોર પકડ્યું છે.