વડોદરા મહાનગર સેવાસદન ફરી એક વાર વિવાદ માં આવ્યું છે તેનું કારણ છે અહીંના કર્મચારીઓ ની હાજરી માટે લગાવેલા બાયોમેટ્રિક મશીન. 3 વર્ષ અગાઉ સેવાસદન દ્વારા 200 ઉપરાંત વિવિધ ડિપાર્ટમેન્ટ માં બાયોમેટ્રિક મશીન લાખોનાં ખર્ચે લગાવ્યાં હતા। જે શોભાનાં ગાંઠિયા સમાન બન્યા છે. તો શું માત્ર લાખોના ખર્ચે ખરીદ કરાયેલા આઇ-ફોન દ્વારા જ વડોદરા સ્માર્ટ સીટી બનશે તે સવાલ ઉભો થયો છે.
સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકાએ કર્મચારીઓ અને અધિકારીઓ નિયમીત નોકરી પર આવે અને હાજરી પુરવા લાખોના ખર્ચે ફેશ રિડીંગ મશીનો મુકાવ્યા હતા. પેપરલેસ કામનું સૂત્ર આપી પાલિકા તંત્રએ ત્રણ વર્ષ પહેલા પાલિકાની મુખ્ય કચેરી સહિત તમામ વોર્ડ ઓફિસોમાં 112 જેટલી ફેશ રિડીંગ મશીનો લગાવી હતી. પાલિકાના કર્મચારીઓ સમયસર નોકરી પર આવે છે કે કેમ, નોકરી પરથી વહેલા ભાગી જાય છે કે કેમ તે જાણવા માટે સ્માર્ટ ટેકનીક અપનાવી ફેશ રિડીંગ મશીન લગાવી હતી. પરંતુ તમામ ફેશ રિડીંગ મશીનો માત્ર સમ ખાવા પુરતુ ચાલી રહ્યા છે.

કર્મચારીઓ રોજ પાલિકાએ આવે છે, મશીનમાં હાજરી પુરાવે છે તેમ છતાં તેમની ડિજીટલ હાજરીને માન્ય રાખવામાં નથી આવતી. પાલિકાના કર્મચારીઓને પગાર ડીજીટલ હાજરીના બદલે માત્ર મેન્યુઅલ હાજરીના આધારે જ ચુકવવામાં આવે છે. સામાજિક કાર્યકર અને ધર્મગુરૂ જયોતિર્નાથ મહારાજે પાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી તમામ મશીનોથી પુરાવેલ હાજરીની નોંધને ધ્યાનમાં લેવા અને સ્માર્ટ સિટીમાં સ્માર્ટ હાજરી ને જ પ્રાધાન્ય આપવુ જોઈએ જેથી કર્મચારી કે અધિકારી નોકરીમાં પોલ ન કરે.
તો મેયરે મશીન બંધ હોવાની વાતને ગંભીર ગણી અધિકારી પાસેથી માહિતી મેળવી તાત્કાલીક મશીન ચાલુ કરાવાશે તેમ કહ્યું હતું. પાલિકાએ લાખોના ખર્ચે બાયોમેટ્રિક મશીનો તો લગાવ્યા પરંતુ હાજરી બાયોમેટ્રિક થી કેવી રીતે નોંધવી તેની કોઈ પોલીસી જ નથી બનાવી. જેથી પાલિકાનો અણધડ વહીવટ કરતા અધિકારીઓ અને શાસકો પ્રજાના પૈસાનો વ્યય કરતા હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યું છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
