Mehasana news/ મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ

લોકો હવે સંબંધો સચવાય નહીં તો સંબંધો ખતમ કરવા પર ઉતરી આવે છે અને આવા જ એક કિસ્સામાં પરીણિત પ્રેમિકાને પ્રેમીએ કારની ટક્કર મારી ખતમ કરી દીધી હતી. મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ (Unza Overbridge) નો અકસ્માતનો કેસ મર્ડર કેસમાં પરિવર્તીત થયો છે.

Top Stories Gujarat Others Breaking News
ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ

Mahesana News: મહેસાણા ઊંઝા ઓવરબ્રિજ (Unjha Overbridge) નો અકસ્માતનો કેસ ખૂન કેસ નીકળ્યો છે. ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતના મામલે હત્યાનો ભેદ ખૂલ્યો છે. ત્રણ દિવસ અગુ કાર ચાલકે મહિલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લવીના નામની મહિલાનું મોત નીપજ્યું હતું.

ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ

પવન રાજગોર (Pavan Rajgor) નામના પ્રેમીએ એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હોવાનું સામે આવ્યું હતું. મૃતક મહિલા લવિના બ્રિજ પર તેના અન્ય મિત્ર સાથે બેઠી હતી. ઓવરબ્રિજ પર બેઠેલી લવીનાને પ્રેમીએ ટક્કર મારી હતી. કારની ટક્કરથી લવીના બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાઈ હતી.

પોલીસને એક્ટિવાને જે રીતે ટક્કર મારવામાં આવી હતી તેના સીસીટીવી ફૂટેજ જોઈને જ લાગ્યું હતું કે આ કોઈ અજાણતા જ થયેલું કૃત્ય નથી. પોલીસને તે સમયે જ પ્રણય ત્રિકોણ અને રૂપિયાની લેતીદેતીમાં હત્યા થયાની આશંકા હતી. આના પગલે પરીણિત મહિલા અને બે સંતાનોની માતાની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. લવીનાના પતિએ પત્નીના પ્રેમીની સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે હવે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસને વિશ્વાસ છે કે તે આરોપીને ટૂંક સમયમાં પકડી લેશે. આરોપીની ઓળખ પણ સુનિશ્ચિત થઈ ચૂકી હોવાથી હવે તેની ગમે ત્યારે ધરપકડ થઈ જશે. પોલીસનુંમાનવું છે કે તેની ધરપકડ થયા પછી પ્રણય ત્રિકોણને લઈને કોઈ વધારે ઘટસ્ફોટ થઈ શકે. આના પગલે આ કેસમાં આગામી દિવસોમાં બીજી પરતો પણ ઉકેલાય તો આશ્ચર્ય નહીં થાય. પોલીસ આ કેસમાં હજી પણ બીજા અનેક એન્ગલ ચકાસી રહી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાના વિસનગર-ઊંઝા હાઈવે પર અકસ્માતમાં બાળકનું મોત, 7 લોકો ઘાયલ

આ પણ વાંચો: મહેસાણાના ખેરાલુ સતલાસણા હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

આ પણ વાંચો: મહેસાણા રાધનપુર હાઈવે પર મધરાત્રે અકસ્માત, ટેન્કરે રીક્ષાને ટક્કર મારતાં દંપતીનું સારવાર દરમ્યાન મોત