Mahesana News: મહેસાણાના ખેરાલુમાં સતલાસણા હાઇવે પર અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત થયું છે. અરઠી અને કાદરપુર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત થયું હતુ. બાઇક પર પોલીસ કર્મચારીને તેની પત્ની સવાર હતી. પોલીસ કર્મચારીની પત્નીના હાથના ભાગે ઇજા થઈ હતી.
પોલીસ કર્મચારીનું અકસ્માતમાં મોત થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે અને પોલીસ કર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. 108ને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને પોલીસની પત્નીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પોલીસ કર્મીને પણ 108ના કર્મચારીઓએ તાત્કાલિક સારવાર આપી જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે બચી શક્યો ન હતો.
સાબરકાંઠાના હિંમતનગર ઇલોલ રોડ પર ઇકો કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે. રોડ પર ઇકોચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હિંમતનગરના ઇલોલ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે. આ અકસ્માત સર્જાતા હોવાના પગલે સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી છે.
આ અકસ્માતના અઠવાડિયા પહેલા પણ હિંમતનગર ઇલોલ રોડ પર અકસ્માત થયો હતો. એક સપ્તાહ પહેલા થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. ઇલોલ મોટી કેનાલતી લઈને ફરમાં કોટન મિલ સુધીના અકસ્માતના બનાવો વધ્યા હતા. આ અકસ્માત બતાવે છે કે મહેસાણાના હાઇવે હવે જાણે મોતના હાઇવે બની રહ્યા છે. રોજ દિવસ વીતેને કોઈને કોઈ અકસ્માત જોવા મળે છે. બહુ ઓછા દિવસો એવા જાય છે જ્યારે અકસ્માત થયો હોતો નથી.
આ પણ વાંચો: મહેસાણા રાધનપુર હાઈવે પર મધરાત્રે અકસ્માત, ટેન્કરે રીક્ષાને ટક્કર મારતાં દંપતીનું સારવાર દરમ્યાન મોત
આ પણ વાંચો: મહેસાણામાં અમદાવાદના નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો
આ પણ વાંચો: મહેસાણા: સતલાસણા પાસે રિક્ષા-દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત; ત્રણ લોકોના મોત
