સમાન કામ, સમાન વેતન/ કોરોના કાળમાં છૂટા કરાયેલા કર્મચારીઓને ફરી નોકરી આપો : કરાર આધારિત કર્મચારીઓની માંગ

કરાર આધારિત કર્મચારીઓમાંથી અનેકના કોરોના કાળમાં મોત પણ થયા હતા. જો કે આજ દિન સુધી રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને કોઈ જ સહાય ચુક્વવામાં આવી નથી. 

Gujarat Others

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સંગઠનો પોતાની માંગણીઓને લઈ ગાંધીનગર ખાતે ધારણા અને પ્રદર્શન યોજી રહ્યા છે. તેમને આશા છે કે ચૂંટણી નજીક હોવાથી તેમની માંગણીઓ પૂરી કરવામાં આવશે. ગાંધીનગર ખાતે લગભગ રોજ કોઈ ને કોઈ સંગઠન દ્વારા પોતાની માંગણીઓ માટે ધારણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા  સમાન કામ સમાન વેતનની માંગણી સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય કરાર આધારિત, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારી મહાસંઘ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું છે.  ગુજરાતના ૧૧ માસ કરાર આધારીત વિવિધ કેટેગરીના કર્મચારીઓએ સમાન કામ, સમાન વેતન માટે ધરણા કાર્યક્રમ યોજ્યા છે.  ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો છે.

ગુજરાત સરકારના જુદાજુદા વિભાગોમાં વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓમાં કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવે છે. લાંબા સેમીથી તેઓની કેટલીક માંગણીઓ પડતર પડી છે. જેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું.  કેટલાક કર્મચારીઓ છેલ્લા એક બે દાયકથી વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે. છતાં સરકારી કર્મચારીઓને મળતા આ કરાર આધારિત કર્મચારીઓને મળતા નથી. ફિક્સ વેતન આપવામાં આવે છે. અને વધતી જતી મોંઘવારીમાં આ પરિવારો માટે ઘર ચલાવવું  મુશ્કેલ બની રહ્યું છે. વધુમાં આઉટ સોર્સ કર્મચારી તરીકે ગમે ત્યારે છૂટા કરી દેવાનો ભય પણ હમેશા સતાવતો હોય છે.

કરાર આધારિત કર્મચારીઓમાંથી અનેકના કોરોના કાળમાં મોત પણ થયા હતા. જો કે આજ દિન સુધી રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને કોઈ જ સહાય ચુક્વવામાં આવી નથી.  કોરોના કાળમાં છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવા માટે આ આ મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.

કર્મચારી મહાસંઘની કાર્યવાહી 

  • ગુજરાતના તમામ કર્મચારીઓ જે સરકારી કે બિન સરકારી વિભાગોમાં નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે આ તમામ લાખો કરાર આધારિત આઉટ સોરસિંગ અને રોજમદાર કર્મચારીઓ ના પ્રશ્નો ને વાચા આપતો નીડર અને નિષ્પક્ષ અધિકાર સંઘ.
  • તમામ કર્મચારીઓ ને સમાન કામ સમાન વેતન નો લાભ મળે.
  • કાયમી કર્મચારીને મળતા તમામ લાભો મળી રહે.
  • તમામ કર્મચારીવો ના પ્રશ્નો ના રજુવાત કરવા માટે એક સમિતિ ની રચના થાય.
  • કર્મચારીઓને મળતા રજા બદલી-બઢતી આરોગ્યની સવલતો, જૂની પેન્શન યોજનાનો લાભ, એલટીસીનો લાભ તેમજ તમામ પ્રકારના લાભ જેવા કે પગાર પંચ, બોનસ , વિશેષમાં પેશગી લોન લોન તેવી સવલતો પણ સરળતાથી મળી રહે અંગેનો પ્રયાસ. કર્મચારીઓનો સમયગાળો નિશ્ચિત હોવો જોઈએ આકસ્મિત વીમા અને જો કોઈ કિસ્સામાં કર્મચારીવો ના નિધન થાય તેના વળતાં નો લાભ એના પરિવારને મળવો જોઈએ.

જરાત પોલીસની વ્યથા/ સરકાર બાંહેધારી આપશે કે ‘મોંઘવારી નિયંત્રણમાં આવશે’ !: પગારવધારાની એફિડેવિટમાં સહી કરવા અસહમત પોલીસકર્મીઓ