Ahmedabad News/ ચાલુ પ્રાથના સભામાં પી.ચિદમ્બરમની બગડી તબિયત

પી.ચિદમ્બરમની તબિયત લથડતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાયા છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં બે દિવસીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય પક્ષના પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, પી. ચિદમ્બરમ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે આ દરમિયાન પી.ચિદમ્બરમની તબિયત લથડતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાયા છે.

આ રાષ્ટ્રીય અધિવેશનના એક કાર્યક્રમ દરમિયાન, પ્રાર્થના સભામાં, પી. ચિદમ્બરમની તબિયત બગડી હોવાના અહેવાલ છે. રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમની તબિયત સફોકેશનના કારણે બગડી હોવાનું કહેવાય રહ્યું છે. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ગાંધી આશ્રમમાં કાર્યક્રમ દરમિયાન તેઓ 12મી હરોળમાં બેઠા હતા. જોકે, તેમની તબિયત અચાનક બગડી ગઈ, જેના કારણે સભામાં ચિંતાનો માહોલ સર્જાયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા પર પી. ચિદમ્બરમે કહ્યું ”2024માં કોંગ્રેસને વધુ મજબૂત થશે’

આ પણ વાંચો:રાજ્યસભાના સાંસદ પી. ચિદમ્બરમે મહારાષ્ટ્રમાં પોતાની સીટ પરથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો:જળવાયુ કાર્યકર્તાના સમર્થનમાં આગળ આવ્યા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ, કહ્યું ભારત વાહિયાત રંગમંચ બની ગયું છે