Kheda News: ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં એક ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં 112 શિક્ષકોએ ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે નકલી સર્ટિફિકેટો રજૂ કર્યા હતા. આ ઘટના 2014થી 2017ના સમયગાળા દરમિયાન બની હતી, જેમાં મહેમદાવાદ તાલુકાના શિક્ષકોએ ‘ત્રિપલ સી’ (CCC – Course on Computer Concepts)ના ખોટા સર્ટિફિકેટોનો ઉપયોગ કરીને શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોર્યું હતું.
આ ગેરરીતિની ફરિયાદ નોંધાતાં શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તપાસમાં ખુલાસો થયો કે મહેમદાવાદના 112 શિક્ષકોએ નકલી સર્ટિફિકેટો રજૂ કરીને ઉચ્ચ પગારનો લાભ લીધો હતો. આ શિક્ષકોએ ખોટા દસ્તાવેજોના આધારે પગાર ધોરણમાં વધારો મેળવ્યો હતો, જેના કારણે શિક્ષણ વિભાગને નાણાકીય નુકસાન થયું.
શિક્ષણ વિભાગે આ મામલે કડક પગલાં લેતાં 86 શિક્ષકો પાસેથી ખોટા પગાર ધોરણના તફાવતની રકમ (પગાર ડિફરન્સ) પાછી વસૂલ કરી. દરેક શિક્ષક પાસેથી 5 લાખથી 13 લાખ રૂપિયા સુધીની રકમ રિકવર કરવામાં આવી. જોકે, હજુ 23 નિવૃત્ત શિક્ષકો પાસેથી રકમ વસૂલવાની બાકી છે, અને આ માટે વિભાગ દ્વારા વધુ કાર્યવાહી ચાલુ છે.
આ ઘટનાએ શિક્ષણ વિભાગની વહીવટી પ્રક્રિયાઓ પર સવાલો ઉભા કર્યા છે. વિભાગે ચેતવણી આપી છે કે આવા કૌભાંડોને રોકવા માટે સર્ટિફિકેટોની ચકાસણીની પ્રક્રિયાને વધુ કડક કરવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ન થાય તે માટે કડક કાનૂની પગલાં લેવાની પણ ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો:શિક્ષણ ભરતી કૌભાંડમાં 26 વર્ષ બાદ નિર્ણય; 4 આરોપીઓના મોત, 14ને સજા થઈ પણ એક પણ નથી ગયો જેલમાં
આ પણ વાંચો:અગ્રસચિવ એસ.જે. હૈદર સામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનાં આરોપો : સીએમ ઓફિસમાં કરાઈ લેખિત ફરિયાદ
આ પણ વાંચો:ખેડાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો ગરમાયો
