Karnataka News/ દલિત મહિલાને બંધક બનાવીને દુષ્કર્મ અને બાદમાં ઈસ્લામ અંગિકાર કરવા મજબુર કરી

વિવાહિત મહિલા સાથે મિત્રતા કરી અને તેને નોકરી અપાવવાને બહાને બેલગાની લઈ ગયો

Top Stories India

Karnataka News : એક પરિણીત મહિલાને બંધક બનાવીને બળાત્કારના મામલામાં કર્ણાટક હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કર્ણાટક હાઈકોર્ટે કડક વલણ અપનાવીને આરોપીની જામીન અંરજી રદ્દ કરી નાંખી હતી. બાર એન્ડ બેંચના અહેવાલ મુજબ કર્ણાટક હાઈકોર્ટની ધારવાર પીઠના ન્યાયમૂર્તિ એસ.રાચૈયાએ પસાર કરેલા આદેશમાં રફીક નામના શખ્સની જામની અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે તે સમાજને એ સંદેશો આપના માંગે છે કે અદાલત જબરજસ્તી ધર્માંતરણ પર નિયંત્રણ લાવવા અને વંચિતોની સુરક્ષા કરવા માટે સતર્ક છે.

ન્યાયમૂર્તિ રચનાએ જણાવ્યું હતું કે, “જમાનત અરજીઓ પર વિચાર કરતી વખતે જે ફેક્ટર્સ પર વિચાર કરવાની જરૂર છે, તે છે અપરાધની પ્રકૃતિ, તેની ગંભીરતા અને સામાજિક પ્રભાવ વગેરે. વર્તમાનમાં નિર્દોષ અને ગરીબ મહિલાઓને બહેકાવવી અને જબરજસ્તી ઈસ્લામમાં ધર્માંતરણ કરાવવાનું કૃત્ય એક ગંભીર ઘટના છે. જેને કારણે આ પ્રકારની ખરાબ ઘટનાઓથી બચવા માટે સમાજને એ સંદેશો આપવો જરૂરી છે કે અદાલતો આવી ગતિવિધીઓને અંકુશમાં રાખવા માટે સતર્ક છે અને સમાજની નિર્દોષ અને વંચિત મહિલાઓ અને બાળકોની સુરક્ષા પણ કરી રહી છે.

આદેશના અનુસાર, રફીક દ્વારા દલિત સમુદાયની એક વિવાહિત મહિલા સાથે મિત્રતા કરી અને તેને નોકરી અપાવવાને બહાને બેલગાની લઈ ગયો હતો. ત્યાં પહોંચીને તેણે મહિલા સાથે તેણે અનેકવાર બળાત્કાર કર્યો હતો. તેને એક રૂમમાં બંધ કરી રાખી હતી અને તેને ઈસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરી હતી. જોકે મહિલા અંતે અહીંથી ભાગવામાં સફળ રહી હતી અને પોતાની સાથે બનેલી તમામ ઘટના અંગે પોતાના પતિને જાણ કરી હતી.
ત્યારબાદ આ દંપતી પોલીસ પાસે પહોંચ્યું હતું અને ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરૂધ્ધ (અત્યાચાર નિવારણ) કાયદો અને રાજ્ય ધર્મનો અધિકાર સંરક્ષણ અધિનિયમ, 2022 અંતર્ગત સ્વતંત્ર રીતે દાખલ કરવામાં આવ્યો હતો. બીજીતરફ આરોપી રફીકે નીચલી કોર્ટ દ્વારા જામીન અરજી રદ્દ કરાતા ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેરળ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે 6 વકીલોના નામની ભલામણ કરવામાં આવી 

આ પણ વાંચો:કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: “એકાંતમાં અશ્લીલ વીડિયો જોવો તે…”

 આ પણ વાંચો:કેરળ હાઈકોર્ટનો નિર્ણય, ઓનલાઈન અપમાનજનક ટિપ્પણી કરવા પર પણ SC-ST એક્ટ થશે લાગુ