kerala/ કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: “એકાંતમાં અશ્લીલ વીડિયો જોવો તે…”

અશ્લીલ તસવીરો અને વીડિયો જોવા પર કેરળ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે, હાઈકોર્ટ કહ્યું કે, માત્ર અશ્લીલ તસવીરો કે વીડિયો જોવો એ કાયદા હેઠળ ગુનો નથી કારણ કે તે વ્યક્તિની વ્યક્તિગત પસંદગીનો મામલો છે.

India Trending

કેરળ: અશ્લીલ તસવીરો અને વીડિયો જોવા પર કેરળ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે, હાઈકોર્ટ કહ્યું કે, માત્ર અશ્લીલ તસવીરો કે વીડિયો જોવો એ કાયદા હેઠળ ગુનો નથી કારણ કે તે વ્યક્તિની વ્યક્તિગત પસંદગીનો મામલો છે. હાઈકોર્ટે કહ્યું કે, આવા કૃત્યને અપરાધ જાહેર કરવો એ વ્યક્તિની ગોપનીયતા અને તેની વ્યક્તિગત પસંદગીમાં દખલગીરી હશે. જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને ભારતીય દંડ સંહિતાની કલમ 292 હેઠળ 33 વર્ષીય વ્યક્તિ સામે નોંધાયેલા અશ્લીલતાના કેસને રદ કરતા ચુકાદો સંભળાવ્યો હતો.

કેરળ પોલીસે 2016માં અલુવા મહેલમાં રોડ કિનારે મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો જોતા વ્યક્તિની ધરપકડ કરી હતી. આ મામલે કેરળ હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આરોપી વ્યક્તિએ તેની સામે નોંધાયેલી એફઆઈઆર અને તેને લગતી કોર્ટની કાર્યવાહીને રદ કરવા માટે અરજી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, ‘પોર્નોગ્રાફી’ સદીઓથી પ્રચલિત છે અને નવા ડિજિટલ યુગે તેને બાળકો માટે પણ વધુ સુલભ બનાવ્યું છે.

હાઈકોર્ટે કહ્યું કે,આ મામલામાં સવાલ એ હતો કે જો કોઈ વ્યક્તિ પોતાના અંગત સમયમાં અશ્લીલ વીડિયો બીજા કોઈને બતાવ્યા વિના જુએ છે, તો શું તે ગુનો છે? કોર્ટ જાહેર કરી શકતી નથી કે તે ગુનો છે. તેનું એકમાત્ર કારણ એ છે કે તે તેની અંગત પસંદગી છે અને તેમાં દખલ કરવી તે તેની ગોપનીયતામાં દખલગીરી કરવા સમાન છે.

આ પણ વાંચો: Surat-IT Raid/ સુરતમા આવકવેરા ખાતું ત્રાટક્યુઃ એક સાથે 35 સ્થળોએ દરોડા

આ પણ વાંચો: INDIA Meeting/ I.N.D.I.A.ની સંકલન અને ચૂંટણી વ્યૂહરચના સમિતિની પ્રથમ આજે પ્રથમ બેઠક

આ પણ વાંચો: ઝપાટો/ લંડનમાં ભારતીય રાજદૂતાવાસમાં હિંસા આચરનારા 15 ખાલિસ્તાનીઓની એનઆઇએ કરી ઓળખ