Dharma & Bhakti/ યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

202ના માર્ચ મહિનાથી પ્રારંભ થતા વિક્રમ સંવત 2083માં ગ્રહો વૈશ્વિક સ્તરે ખળભળાટ મચાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ વર્ષના રાજા છે ગુરુ અને મંત્રી છે મંગળ!

Religious Rashifal Trending Dharma & Bhakti
2026, વિક્રમ સંવત 2083

Dharm & Bhakti: 2026માં આવનારા નવીન સંવત્સર વિક્રમ સંવત 2083 (Vikram Sanwat 2083) દેશ-દુનિયાના મોટા પરિવર્તનો અને અકલ્પનીય ઘટનાઓનો સંકેત આપવા જઈ રહ્યું છે. આ નવ વર્ષમાં બૃહસ્પતિ (Guru Grah)ની કૃપાથી ધર્મ, આધ્યાત્મ અને પૂજા-પાઠનો પ્રભાવ વધતો જોવા મળશે, જ્યારે મંગળનો ઉગ્ર યોગ રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સાઇબર વર્લ્ડ (Politics, Economy & Cyber World)માં ખળભળાટ નીપજાવી શકે છે!

2026, વિક્રમ સંવત 2083

2026 માં શરુ થશે રૌદ્ર વિક્રમ સંવત 2083

અંગ્રેજી કેલેન્ડર અનુસાર, નવું વર્ષ 1 જાન્યુઆરી, 2026 થી પ્રારંભ થશે પરંતુ, હિન્દુ સનાતન ધર્મના પંચાંગ અનુસાર, નવ વર્ષની શરુઆત 19 માર્ચ 2026, ગુરુવાર (19 March, 2026 Thursday)ના રોજ થવા જઇ રહી છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા અર્થાત્ એકમ (Chaitra Sud Ekam)થી નવ વર્ષ પ્રારંભ થવા જઇ રહ્યું છે. આ જ દિવસથી હિન્દુ વિક્રમ સંવત 2083નો પ્રારંભ થશે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ, આવનારા સંવત્સરના રાજા છે ગુરુ (Jupiter Planet) અને મંત્રી છે મંગળ! જ્યોતિષીઓના મતે, આ સંયોજન સમગ્ર વર્ષને રૌદ્ર સંવત બનાવશે અર્થાત્ આ વર્ષમાં ઊર્જા, પરિવર્તન અને હલચલપૂર્ણ પ્રવૃત્તિઓથી સભર રહેવાની પૂર્ણ સંભાવના છે! વિશેષજ્ઞોના મતે, આ વર્ષમાં ગુરુના શુભત્વના કારણે દેશ, સમાજ અને લોકોમાં આધ્યાત્મ્ય, પૂજા-પાઠ અને પરોપકારની ભાવનામાં અભિવૃદ્ધિ થશે પરંતુ, મંગળના પ્રભાવને કારણે કેટલાય ક્ષેત્રોમાં અસ્થિરતાની સ્થિતિ ઉત્પન્ન થવાની સાથોસાથ ઘણી અકલ્પનીય ઘટનાઓનું વર્ષ 2083 સાક્ષી બનશે એવી વકી છે!

2026, વિક્રમ સંવત 2083

વર્ષ 2026માં સર્જાશે ચોંકાવનારી ઘટનાઓ

ખગોળ શાસ્ત્ર (Astronomy)ના દ્રષ્ટિકોણથી જોઇએ તો એવો યોગ રચાવા થઇ રહ્યો છે કે, વર્ષ 2083ના પ્રારંભે અર્થાત્ 19 માર્ચ 2026થી જ વૈશ્વિક સ્તરે આર્થિક ઉતાર-ચડાવની સ્થિતિ સર્જાશે, સોના-ચાંદી (Gold-Silver) સહિત અન્ય ધાતુઓની કિંમતોમાં ઝડપભેર વધારો અથવા ઘટાડો થવાની સ્થિતિ પણ સર્જાઇ શકે છે. આ ઉપર્ંત, ટેકનિકલ વસ્તુઓ કે સેવાઓ સાથે સંલગ્ન ક્ષેત્રો (Technical Field)માં પ્રગતિ થવાની સાથે-સાથે સાઇબર ગુનાઓ અને ઓનલાઇન ફ્રોડ (Cyber Crime & Online Fraud) વધવાની ચેતવણી પણ આ જ્યોતિષીય વિશ્લેષણમાં ચેતવણી આપવામાં આવી છે. રાજનૈતિક ક્ષેત્રોમાં પણ અસ્થિરતાનું વાતાવરણ સર્જાઇ શકે છે જેના કારણે સરકારો અને નેતૃત્વની વચ્ચે ખેંચતાણ વધી શકે છે. શેર બજાર (Stock Exchange)ની વાત કરીએ તો, એમાં પણ ઉથલપાથલો સર્જાઇ શકે છે અને રોકાણકારોએ અચાનક સર્જાતા પરિવર્તનોનો સામનો કરવો પડી શકે છે.

2026, વિક્રમ સંવત 2083

વર્ષ 2026નો મન પર પડશે નકારાત્મક પ્રભાવ 

જ્યોતિર્વિદોના મતે, લોકોના અંગત જીવનની વાત કરીએ તો આ સંવત માનસિક સંતુલન (Mental Balance)ની કઠિન પરીક્ષા સમાન રહેશે. ગુરુનો સકારાત્મક પ્રભાવ આધ્યાત્મિકતા અને જ્ઞાન (Spirituality & Knowledge)નો માર્ગ પ્રશસ્ત કરશે જ્યારે મંગળની ઉગ્રતા ક્રોધ, આવેશ અને ઉતાવળા નિર્ણયો લેવા પ્રેરિત કરી શકે છે! આથી જ્યોતિષાચાર્યોની સલાહ છે કે, આ વર્ષે ધૈર્ય, શાંતિ અને આધ્યાત્મિક અધ્યયનને દિનચર્યામાં સામેલ કરવાથી સંતુલન જળવાઇ રહેશે અને આ જ વિક્રમ સંવત 2083માં મહામંત્ર રહેશે…પરિસ્થિતિઓ બદલાશે પરંતુ, યોગ્ય વિચારધારા અને સ્થર મનથી જ આ સંવતને સકારાત્મક સ્વરુપ આપી શકાશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…

આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..