Dharm & Bhakti: 2026 ના વર્ષની શરુઆતમાં રાહુ-બુધની યુતિ (Rahu Budh Yuti)નું નિર્માણ થવા જઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ યુતિનું નવ વર્ષમાં પૂરા 18 વર્ષ પછી નિર્માણ થવા જઇ રહ્યું છે અને એનાથી અનેક રાશિઓ (Rashi)ને આર્થિક લાભ થશે…
જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઇએ તો 2026નું વર્ષ અત્યંત વિશેષ રહેશે, જેમાં અનેક મોટા ગ્રહોનું ગોચર અને સંયોગ રચાવા જઇ રહ્યાં છે. હિન્દુ પંચાંગ અનુસાર, વર્ષ 2026ની શરુઆતમાં જ રાહુ-બુધનો દુર્લભ સંયોગ રચાવા જઇ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિનો અને શિક્ષણ (Education & Knowledge)નો કારક ગ્રહ માનવામાં આવે છે અને બુધને તમામ ગ્રહોમાં રાજકુમાર કહેવામાં આવે છે. રાહુ ઉલટી ચાલ ચાલનારો ગ્રહ મનાય છે અને કઠોર વાણી તથા ભ્રમિત કરનારો ગ્રહ માનવામાં આવે છે.
2026 માં રાહુ-બુધની યુતિ આ રાશિઓને લાભાન્વિત કરશે
જ્યોતિષાચાર્યોના મતે, આ સંયોગ 18 વર્ષ પછી કુંભ રાશિ (Kumbh Rashi)માં રચાશે અને આ સંયોગથી નોકરી, ધન અને પ્રતિષ્ઠા સંબંધિત બાબતોમાં પ્રગતિ જોવા મળશે. તો ચાલો જાણીએ કે, 2026ની શરુઆતમાં રાહુ-બુધની યુતિ બનવાથી કઇ રાશિઓને ફાયદો થશે?

વૃષભ રાશિ
18 વર્ષે રચાવા જઇ રહેલી આ યુતિ વૃષભ રાશિ (Vrushabh Rashi)ના જાતકો માટે અત્યંત સકારાત્મક સાબિત થઇ શકે છે. આ વિશેષ યુતિ આ જાતકોના કર્મસ્થાનમાં રચાશે આથી કેરિયર (Career) અને શિક્ષણ અંગેના ઉત્તમ અવસરો પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને વેતનવૃદ્ધિના યોગો પણ બનશે. આ ઉપરાંત, નોકરીમાં પ્રમોશનના યોગ પણ બનવા જઇ રહ્યાં છે.

મકર રાશિ
રાહુ-બુધની યુતિ મકર રાશિ (Makar Rashi)ના જાતકો માટે ઘણી જ ફાયદાકારક રહેશે. રોકાયેલા નાણા પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કૌટુંબિક સામંજસ્યમાં વૃદ્ધિ થશે. ધન કમાવાના યોગ રચાશે અને અચાનક લાભ મળવાનો યોગ પણ રચાવા જઇ રહ્યાં છે.

મેષ રાશિ
મેષ રાશિ (Mesh Rashi) વાળા માટે રાહુ-બુધની યુતિ અત્યંત લાભદાયી સિદ્ધ થઇ શકે છે. મેષ રાશિના જાતકોના 11 મા ભાવમાં એ રચાશે જેને લાભ ભાવ કહેવામાં આવે છે. આવકમાં તમે જબરદસ્ત નફો મેળવી શકશો. રોકાણોમાંથી પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. શૅર માર્કેટ (Stock Market) અથવા તો કોઇ કંપનીમાં રોકાણ કરવાથી પણ લાભના યોગ મળી શકે છે. પતિ-પત્નીનો સંબંધ મજબૂત થશે અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકાશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન
આ પણ વાંચો: 94 અંક…અંધવિશ્વાસ કે આસ્થા? અંતિમ સંસ્કાર બાદ ચિતાની રાખમાં લખવા પાછળનું રહસ્ય શું છે?!!
આ પણ વાંચો: ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન
