Dharma & Bhakti/ 94 અંક…અંધવિશ્વાસ કે આસ્થા? અંતિમ સંસ્કાર બાદ ચિતાની રાખમાં લખવા પાછળનું રહસ્ય શું છે?!!

94 અંકને અંતિમ સંસ્કાર બાદ ચિતાની રાખમાં લખવાની કેવળ પરંપરા નથી પરંતુ, વિશ્વની સૌથી પ્રાચીન નગરી કાશી વારાણસીની ગહન આધ્યાત્મિક વિચારધારાનો…

Trending Religious Rashifal Dharma & Bhakti
94 અંતિમ સંસ્કાર

Dharm & Bhakti: 94 અંક (94 Digits) લખવાની પરંપરા કેવળ આંકડાલક્ષી નથી પરંતુ, વિશ્વની સૌથી પ્રાચીન નગરી કાશી વારાણસી (Kashi, Varanasi)ની ગહન આધ્યાત્મિક વિચારધારાનો સંકેત છે. આ વિચારધારામાં જીવન, કર્મ અને મોક્ષ (Life, Karma, Moksha) આ ત્રણેયને એકસૂત્રે પરોવવાની દિશામાં સંકેત મળે છે. આવો જાણીએ કે આખરે આની પાછળ છુપાયેલું કયું આધ્યાત્મિક રહસ્ય છે?

94 અંતિમ સંસ્કાર

વિશ્વની સૌથી પ્રાચીન નગરી વારાણસી

કાશી નગરી….બાબા ભોલેનાથની સૌથી પ્રાચીન નગરી વારાણસીના નામથી ઓળખાય છે. અહિં મૃત્યુ પામવાથી મોક્ષ મળે છે એવું માનવામાં આવે છે. ગંગા કિનારે સ્થિત મણિકર્ણિકા ઘાટ પર કેટલાય સૈકાઓથી સતત અંતિમસંસ્કાર (Antim Sanskar) થતા આવ્યાં છે. આ એક મહાસ્મશાન છે જ્યાં રાજા હરિશ્ચંદ્ર (King Harishchandra)ના સમયથી માંડીને આજ દિવસ સુધી ચિતાના અગ્નિનું કદી પણ શમન થયું નથી. તાજેતરમાં આ ઘાટ પરની એક અનોખી અને રહસ્યમય ગૂઢ પરંપરા સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની છે. અહિં ચિતાની રાખ પર 94 અંક લખવામાં આવે છે!!

પ્રવર્તમાન માન્યતા મુજબ, મણિકર્ણિકા ઘાટ (Manikarnika Ghat) પર જ્યારે પણ કોઇ મૃતક વ્યક્તિનો અંતિમસંસ્કાર પૂર્ણ થઇ જાય છે અને ચિતા ઠંડી પડી જાય છે ત્યારે રાખને ગંગામાં પ્રવાહિત કરતા પહેલા, ઘણા પૂજારી કે સ્થાનિકો એ રાખ પર 94 અંક લખી દે છે. ઘાટની નજીક રહેતા લોકોનું કહેવું છે કે, જે લોકો આ ક્રિયાને પહેલી વાર જુએ છે એને ઘણી રહસ્યમય (Mysterious Ritual) પ્રતીત થાય છે!!

94 અંતિમસંસ્કાર

94 અંકનો અંતિમસંસ્કાર બાદ લખવાનો શો અર્થ?

વારાણસીના સ્થાનિક લોકોના કહેવા અનુસાર, આ પરંપરા ભગવદ્ ગીતા (Bhagvad Gita) અને પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે. એવું કહેવાય છે કે, મૃત્યુ પશ્ચાત્ મનુષ્યનું મન પાંચ કર્મેન્દ્રિયોને પોતાની સાથે લઇ જાય છે. મન એ છઠ્ઠી ઇન્દ્રિય છે એને ગણીએ તો કુલ 6 થઇ જાય છે. હિન્દુ સનાતન ધર્મ (Hindu Dharma) ના દર્શનમાં માનવજીવનને 100 કર્મોની ફલશ્રુતિ માનવામાં આવે છે. એમાંથી 94 કર્મો તો એવા છે કે જેની ઉપર માનવીનું નિયંત્રણ હોય છે જેમ કે, નૈતિક, સામાજીક, વ્યવહારિક અને ધાર્મિક કર્મો… આ કર્મો જ એના જીવનની દિશા નિયત કરે છે. હવે રહ્યાં બાકીના 6 કર્મો જે જીવન, મૃત્યુ, યશ, અપયશ, લાભ અને હાનિ આ તમામ ઇશ્વરના હાથમાં હોય છે અને મનુષ્ય એને વદલી શકતો નથી!

94 અંતિમ સંસ્કાર

94 અંકનું વૈજ્ઞાનિક રહસ્ય

94 અંકને કેટલાક વિદ્વાનો એક મુક્તિ-સંકેત અથવા મોક્ષનું પ્રતીક માને છે. અંતિમ ક્રિયા દરમિયાન, પૂજારી જ્યારે પાણીથી ભરેલી માટલી ફોડે છે ત્યારે એ બાબત સૂચવે છે કે મૃતકનો આ નશ્વર દુનિયા સાથેનો નાતો તૂટી ગયો છે. કાશીના લોકો આને એ દ્રષ્ટિકોણથી જુએ છે કે, ‘આ જન્મમાં તમારાથી જે થયું એ તમે કરી લીધું, બાકીનું ઈશ્વર પર છોડી દો.’ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં મૃત્યુ પછી પણ મન અને ઇન્દ્રિયોની યાત્રાનો ઉલ્લેખ મળે છે જે આ પરંપરાને દ્રઢ કરે છે.

વ્યક્તિના મૃત્યુ બાદ દાહ સંસ્કાર સમયે ચિતાની અગ્નિને આ 94 નિયંત્રિત કર્મોનું પ્રતીકાત્મક સમાપન થયું હોવાનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણે જ રાખ (Ashes) પર 94 લખવામાં આવે છે. આ એ વાતનો સંકેત છે કે, વ્યક્તિ પોતાના સાંસારિક કર્મબંધનોથી મુક્ત થઇ ચૂક્યો છે. શેષ બચેલા 6 કર્મોને હવે ઈશ્વર ઇચ્છાધીન ગણવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન

આ પણ વાંચો: કળિયુગના 10 મહાપાપ, જે મનુષ્ય જાણતા-અજાણતા કરતો જ રહ્યો છે…

આ પણ વાંચો: ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન