ગુજરાત/ સુરતની સુરત બદલાશે, ફ્લાયઓવર બાદ મેટ્રો પણ આપશે નવી ‘સુરત’

મેટ્રો રેલ પ્રોજેક્ટ સુરત શહેરની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. ત્યારે મેટ્રોનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.જમીનથી અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે જેને લઇ કામ ખૂબ જ ઝડપથી થઇ રહ્યું છે.

Gujarat Surat Trending
મેટ્રો ટ્રેન

સુરત સીટીની ઓળખમાં હવે વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. સુરત સીટીમાં હવે મેટ્રો રેલ પ્રોજેક્ટનો વધારો થઇ રહ્યો છે ત્યારે મેટ્રોનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.જમીનથી અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવા બે કોરીડોર બનાવવામાં આવશે જેમાં એક કોરીડોર ડીસેમ્બર ૨૦૨૩ સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે.ત્યારે આવો જોઈએ જમીનની અંદર થઇ રહેલ મેટ્રોની કામગીરીના દ્રશ્યો.

મેટ્રો રેલ પ્રોજેક્ટ સુરત શહેરની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. ત્યારે મેટ્રોનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.જમીનથી અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે જેને લઇ કામ ખૂબ જ ઝડપથી થઇ રહ્યું છે.મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બે કોરીડોર બનાવવામાં આવશે જેને લઇ અત્યારે અન્ડર ગ્રાઉન્ડ ટનલના કામ પૂર્ણતાના આરે આવ્યા છે.પહેલો કોરીડોર સરથાણાથી ડ્રીમ સિટી અને ભેંસાણથી સારોલીને જોડતા બે રૂટ પર કોરીડોર બનાવવામાં આવશે.સુરત મેટ્રો રેલના કુલ 40.35 કિમી રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાના 21.61 કિમીના કામે વેગ પકડ્યો છે.

સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે જ્યારે ભેંસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે.સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક, લંબે હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઈવે થઈને, મજુરાગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે.મેટ્રોના બીજા તબક્કામાં ભેંસાણથી સારોલીને જોડતા કોરીડોર 18.84 કિમીનો રૂટ વિકસાવવામાં આવશે. આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા, આજણા ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સ્ટેંશનના ઘણા ટેક્સટાઇલ માર્કેટ આવેલા છે. આ કોરિડોર નંબર 2 એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે.

મહત્વની બાબત એ છે કે અંડરગ્રાઉન્ડ રૂટ માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની મદદ લેવાઈ હતી.ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી(1.2 કિ.મી) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. અને હવે બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજુ ટીબીએમ મશીન પણ ઉતારી દીધું હતું.એન્જિનિયરોએ જણાવ્યું હતું કે માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવામાં આવશે પરંતુ સરથાણાથી ડ્રીમ સિટી નો કોરિડોર ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ કરાશે.

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન

આ પણ વાંચો:હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:આ યુનિ.માં વાઈલ્ડ લાઈફ પર થશે સંશોધન, સરકારે આપી….

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા