Gujarat Weather/ ગુજરાતમાં ફરી બગડશે હવામાન, 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર ખતરો રહેશે

બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે, આ ચક્રવાત ગુજરાત પર ત્રાટકશે કે નહિ તે તેના સરક્યુલેશન લો પ્રેશર બાદ જ ખબર પડશે.

Top Stories Ahmedabad Gujarat
હવામાન
  • વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર
  • હાલમાં વાવાઝોડાની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક
  • અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ખતરો
  • આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન
  • દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં હવાનું દબાણ

ગુજરાતમાં રહેતા લોકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર ગુજરાતમાં ફરી એકવાર હવામાન બગડવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

સમાચાર મુજબ રાજ્યમાં 6 થી 9 જૂન દરમિયાન ચક્રવાતી તોફાન આવવાની સંભાવના છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની શક્યતા છે.

બાયપોરજોય ચક્રવાત ગુજરાતને ખતરો છે. જેમાં રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું ગુજરાત ઉપરથી પસાર થઈને પાકિસ્તાન તરફ ફેલાશે. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે.

આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. આ સાથે પાટણ, મહેસાણા, મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 જૂને જ્યારે અરબી સમુદ્રમાં નીચા દબાણની સિસ્ટમ વિકસિત થશે ત્યારે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તેની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી હોઈ શકે છે. હાલની સ્થિતિને જોતા આ તોફાન 10 જૂનની આસપાસ ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવી શકે છે. જે 12 થી 14 જૂન દરમિયાન પોરબંદર અને નલિયાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.

આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 7 થી 11 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી ગુજરાતના ઉત્તર કિનારે આવેલા દરિયામાં ન જવાની સલાહ આપી છે.

વાસ્તવમાં ગુજરાતમાં ચોમાસાના સમયસર આગમનની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓના મતે ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચશે, કેરળ બાદ તે મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં પ્રવેશ કરશે. આ પછી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની પ્રક્રિયા શરૂ થશે.

આ પણ વાંચો:હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:દમણમાં સાંસદના ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.

આ પણ વાંચો:ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી, જાણો કોણ છે ઉપલા ગૃહની રેસમાં આગળ

આ પણ વાંચો:જીમમાં યુવાન સાથે થયેલી મુલાકાત મહિલાને બરબાદ કરી ગઇ…વાંચો સુરતની સનસનાટીભરી ઘટના