બનાસકાંઠા/ અંબાજીમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ, આરોગ્ય વિભાગે 180 ઘીના ડબ્બા કર્યા હતા સીઝ

અંબાજી મંદિરના પ્રસાદ મોહનથાળમાં વપરાયેલ ઘી ના નમૂના ફેલ નીકળ્યા છે. ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે લીધેલ નમૂનાઓમાં ભેળસેળ હોવાનુ સામે આવ્યું છે.

Gujarat Others
Mantavyanews 12 અંબાજીમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ, આરોગ્ય વિભાગે 180 ઘીના ડબ્બા કર્યા હતા સીઝ
  •  અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ
  • ભાદરવી મેળા અગાઉ  ફૂડ વિભાગે લીધા હતા સેમ્પલ
  • મોહિની કેટર્સ માથી લીધા હતા ઘીના સેમ્પલ
  • ફુડ વિભાગે જેતે સમયે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા

અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. જેમાં મોહનથાળમાં ભેળસેળ જોવા મળી છે. ત્યારે મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. અંબાજીમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ થતા ભક્તોમાં ચર્ચા શરૂ થઇ છે.  જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.

મોહાની કેટરર્સ મેનેજર તખતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભાદરવી પુનમ દરમિયાન 4600 ડબ્બા બનાસ ડેરીનું ઘી વાપર્યું હતું. ઘીની શોર્ટેજ હતી એટલે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદ્યું હતું. ઘીના ડબ્બા પર અમૂલનો માર્ક, અમૂલનો બેચ નંબર પણ છે. તમામ નાણાંકીય ચૂકવણી બેંક મારફતે કરી છે. ઘીના નમૂના ફેઇલ આવતાં તત્કાલીક બનાસ ડેરીમાંથી શુદ્ધ ઘી ખરીદવામાં આવ્યું હતું. જો કે, નીલકંઠ ટેડર્સ દ્વારા મોકલવામાં આવેલા ઘીમાંથી કેટલો પ્રસાદ બનાવામાં આવ્યો છે તે મને ખ્યાલ નથી.

આ મામલે બનાસકાંઠાનાં કલેકટર વરુણ કુમાર બરનવાલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવામાં આવતો હોય છે. આ માટે મોટી સંખ્યામાં ઘી વપરાતું હોય છે અને તેનું કામ એજન્સીને સોંપવામાં આવતું હોય છે.

28 ઓગસ્ટનાં રોજ એનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવ્યું હતું. ત્યાર પછી આખો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી80 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. તેમાં અંબાજી મહામેળા દરમ્યાન પ્રસાદ બનાવવા લેવાયેલા ઘી અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ થતા જે પ્રસાદ લોકો દુર દૂર સુધી લઇ જાય છે તે લોકોમાં રોષ ફેલાય છે. જમાં મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર