Surat/ સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

સુરતના ડીંડોલી વિસ્તારના નવા ગામમાં ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ ગણેશ વિસર્જન માટે સ્થાનિકો દ્વારા 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો.

Gujarat Surat
Untitled 42 6 સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

Surat News: સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ ખાતે ગણેશ વિસર્જનને લઇ ખોદવામાં આવેલા ખાડામાં પાંચ વર્ષે બાળકનું પડી જતા ડૂબી જવાથી મોત થયું હતું પોલીસે ઘટના સ્થળ પર પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતના ડીંડોલી વિસ્તારના નવા ગામમાં ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ ગણેશ વિસર્જન માટે સ્થાનિકો દ્વારા 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો આ ખાડો ખોદી તેમાં ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન પૂર્ણ થયા બાદ પણ આ ખાડો જેમનો તેમ જ હતો એ દરમિયાન સત્યમ નામનું પાંચ વર્ષીય બાળક રમતા રમતા આ 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું.

ખાડા ની ઊંડાઈ વધુ હોવાથી બાળક ખાડા ની અંદર ગરકાવ થઈ ગયું હતું. તે દરમિયાન સત્યમ ઘરમાં તેમજ આસપાસ નહીં મળી આવતા સ્થાનિકો અને માતા પિતાએ સત્યમ ની શોધ ખોળ શરૂ કરી હતી. તે દરમિયાન સત્યમ આ 10 ફૂટ ઊંડા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફૂલ જેવું બાળક મૃત હાલત માં મળી આવતા પરિવાર શોક માં ગરકાવ થઈ ગયો હતો..અને ભારે આક્રંદ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની જાણ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખરેખર લોકોની બેદરકારીને કારણે ભૂલ જેવી માસુમ જિંદગી બુજાઈ ગઈ હતી.પોલીસે લાશ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી પોલીસે જણાવ્યું હતું કે આ મામલે તપાસમાં કોઈ કચાશ છોડવામાં આવશે નહીં અને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરાશે.


આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું